Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખપત તાલુકામાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ:₹1.60 કરોડના બે એક્સકેવેટર અને 2,120 ટન બેન્ટોનાઇટનો જથ્થો જપ્ત, આરોપીઓ ફરાર

    20 hours ago

    કચ્છના લખપત તાલુકામાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો છે. વહીવટી તંત્રએ મુરચબાણ ગામની સીમમાં દરોડો પાડી ₹1.60 કરોડના બે હિટાચી એક્સકેવેટર જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન 2,120 મેટ્રિક ટન બેન્ટોનાઇટનો જથ્થો પણ મળી આવ્યો હતો. મદદનીશ કલેક્ટર અને એસડીએમ ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ ગત મોડીરાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે મોટા પાયે ખનન ચાલી રહ્યું હતું. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે કાઢવામાં આવેલા ખનિજનો જથ્થો ભરેલા બે ટ્રક પણ મળી આવ્યા હતા. જોકે, સરકારી ટીમ આવતા જ ખનન સાથે સંકળાયેલા લોકો સ્થળ છોડીને ભાગી ગયા હતા. દરોડા દરમિયાન સ્થળ પર બે મોટા ખાડા પણ જોવા મળ્યા હતા. પ્રાથમિક માપણી મુજબ, એક ખાડો આશરે 350 ફૂટ લાંબો, 250 ફૂટ પહોળો અને 50 ફૂટ ઊંડો હતો. જ્યારે બીજો ખાડો આશરે 350 ફૂટ લાંબો, 100 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંડો હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પાયે થયેલા ખનનથી વિસ્તારના પર્યાવરણ અને જમીનને નુકસાન થયું હોવાનું જણાય છે. મુરચબાણ ગામની આસપાસ ચાર અલગ-અલગ જગ્યાએથી અંદાજે 2,120 મેટ્રિક ટન બેન્ટોનાઇટનો જથ્થો પણ મળ્યો હતો. ગેરકાયદે ખનન કરાયેલા ખનિજનો ચોક્કસ જથ્થો કેટલો છે અને સરકારને કેટલો દંડ વસૂલવાનો થશે, તેનો અંતિમ નિર્ણય ભૂસ્તરશાસ્ત્રી દ્વારા સ્થળની વિગતવાર માપણી પછી લેવામાં આવશે. આ સમગ્ર મામલે સ્થળ પંચનામું, મશીનરી અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, મુરચબાણ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ ગેરકાયદે ખનન સામે તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    હનુમાનજી મંદિરે માનવ મહેરામણ:શ્રાવણ મહિનાના અંતિમ શનિવારે હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિરે ખાતે ભક્તોની ભારે ભીડ, વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તો જોડાયા
    Next Article
    સુરેન્દ્રનગરના આંબેડકરનગર-3માં જન્માષ્ટમીની ઉજવણી:ચાવડા પરિવાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment