Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી હોમગાર્ડ જવાનના અવસાન બાદ પરિવારને સહાય:હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડમાંથી ₹1.55 લાખનો ચેક અપાયો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી હોમગાર્ડ યુનિટના સ્વર્ગસ્થ જવાન દિનેશકુમાર રૂપસિંહ પરમારના વારસદારને ₹1,55,000ની આર્થિક સહાયનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. આ સહાય હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડમાંથી મંજૂર કરવામાં આવી હતી. દિનેશકુમાર પરમાર પાટડી યુનિટમાં 12 ઓગસ્ટ, 2008થી હોમગાર્ડઝ સભ્ય તરીકે 17 વર્ષથી ફરજ બજાવતા હતા. તેમનું અવસાન 23 નવેમ્બર, 2025ના રોજ થયું હતું. આ ચેક સુરેન્દ્રનગર જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ પંડ્યા, જિલ્લા ઇન્સ્પેક્ટર ચંદ્રસિંહ ડોડીયા, જિલ્લા હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંછેલા, જિલ્લા સ્ટાફ ઓફિસર પ્રદીપસિંહ રાણા અને પાટડી ઓફિસર કમાન્ડિંગ મોહનભાઈ એસ. કુડેચાના હસ્તે વારસદારને સુપરત કરવામાં આવ્યો હતો. જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ પંડ્યાએ હોમગાર્ડ જવાનના અવસાન બાદ તેમના પરિવારજનોને કલ્યાણ નિધિ ફંડમાંથી સહાય મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં પારો 41ને પાર:આજે પણ 17 જિલ્લામાં હીટવેવની આગાહી, અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી ઊંચું નોંધાયું
    Next Article
    હિંમતનગરમાં શીતળા સાતમની ઉજવણી:મહિલાઓએ હરસિદ્ધિ મંદિરે શીતળા માતાજીની પૂજા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment