Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિધ્ધપુરી બજારમાં હનુમાનજી મંદિર બહારથી એક્ટિવાની ચોરી:શાકભાજીના વેપારીની ₹15,000ની કિંમતની સ્કૂટરની ચોરી અંગે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    13 hours ago

    મહેસાણામાં સિધ્ધપુરી બજાર ખાતે આવેલા હનુમાનજી મંદિર બહારથી એક એક્ટિવા બાઈકની ચોરી થતાં એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.મહેસાણાના લાખવડી ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા પ્રવિણભાઈ ચંદુલાલ વાઘેલા 21 જૂનના રોજ સવારે 11 વાગ્યાના સુમારે પોતાનું સફેદ કલરનું હોન્ડા એક્ટિવા નંબર GJ-02-DG-2493 લઈને સિધ્ધપુરી બજારમાં હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું વાહન મંદિરની બહાર પાર્ક કર્યું હતું. મંદિરમાં દર્શન કરીને આવ્યાને એક્ટિવા ગુમ દર્શન કરીને અડધા કલાક બાદ એટલે કે 11.30 વાગ્યે તેઓ બહાર આવ્યા ત્યારે તેમનું અંદાજે 15,000 રૂપિયાની કિંમતનું એક્ટિવા ત્યાં જોવા મળ્યું ન હતું. આસપાસના વિસ્તારમાં અને સ્થાનિક લોકોમાં સઘન શોધખોળ કરવા છતાં વાહનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. એક્ટિવા ચોરીની ફરિયાદ નોંધાવી આખરે કોઈ અજાણ્યો ચોર ઈસમ વાહન ચોરી ગયો હોવાનું જણાતા પ્રવિણભાઈએ આ મામલે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરવા હડફ શાળામાં 96 લાખના 8 નવા ઓરડા:શાળા પ્રવેશોત્સવ સાથે વર્ગખંડોનું લોકાર્પણ કરાયું
    Next Article
    બોટાદની ભોજભાઈ ખાચર શાળામાં પ્રવેશોત્સવ:બાલવાટિકા-ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment