Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપામાં ₹1500 કરોડથી વધુનું પરિવહન કૌભાંડ:50% બસો બંધ અને બોગસ રીડિંગ છતાં એજન્સીઓને કરોડો ચૂકવાયા, AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણનો ધડાકો

    19 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવા (સીટી બસ અને BRTS) માં કરોડો રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ સંગઠન મંત્રી અને સુરત મનપાના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણે સુરતીઓના ટેક્સના નાણાંનો મોટા પાયે દુરુપયોગ કરવાનો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, સત્તાધીશો અને ખાનગી એજન્સીઓની મિલીભગતથી જનતાના ₹1500 કરોડથી વધુ રકમનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 50 ટકા બસો ડેપોમાં ધૂળ ખાય છે અને કાગળ પર દોડે છે આપ નેતાએ આંકડાકીય વિગતો ટાંકીને જણાવ્યું હતું કે, સુરતમાં સિટી બસ ચલાવતી હંસા ટ્રાવેલર્સ એજન્સીને 250 બસોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ, વાસ્તવિકતામાં આ 250માંથી 110થી વધુ બસો મોટાભાગે ડેપોમાં જ બંધ પડી રહે છે. કોસાડ ડેપો ખાતેની 164માંથી 86 અને વેસુ ડેપોની 53માંથી 23 બસો સતત બંધ હાલતમાં જ રહે છે. આમ, લગભગ 40થી 50 ટકા બસો રસ્તા પર દોડવાને બદલે ડેપો પર ધૂળ ખાઈ રહી છે છતાં સરકારી ચોપડે આ બસો ચાલુ દર્શાવીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. કાગળ પર ખોટા કિલોમીટર દર્શાવી બિલ મંજૂર કૌભાંડમાં બસોના કિલોમીટર રીડિંગમાં પણ મોટી ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. મોટાભાગની બસોના કિલોમીટર દર્શાવતા મીટર રીડિંગ બંધ રાખવામાં આવ્યા છે. સવારે બસ ડેપોમાંથી બહાર નીકળે ત્યારે કોઈ ચોક્કસ કિલોમીટરની નોંધણી થતી નથી. કોઈ જ લિખિત કે ડિજિટલ આધાર ન હોવા છતાં દર મહિને કરોડો રૂપિયાના બિલ કયા હિસાબે મંજૂર કરવામાં આવે છે તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ડ્રાઇવરોનું શોષણ અને મુસાફરોના જીવ સાથે ખિલવાડ ડ્રાઇવરોની અછત વચ્ચે અતિશય કામ લેવાતું હોવાનો પણ ખુલાસો કરાયો છે. ઉદાહરણ તરીકે, વેસુ ડેપોમાં 53 બસો સામે માત્ર 38 ડ્રાઇવરો જ ઉપલબ્ધ છે. પૂરતા ડ્રાઇવરો ન હોવા છતાં ઉપલબ્ધ ડ્રાઇવરો પાસે સતત 16-16 કલાક સુધી કામ લેવામાં આવે છે, જે મુસાફરોના જીવ માટે અત્યંત જોખમી છે. ડ્રાઇવરો વગર બસો કાગળ પર ચાલતી દર્શાવીને ચૂકવાતી રકમમાં મોટું કમિશન રમત ચાલી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. અન્ય એજન્સીઓની પણ આ જ સ્થિતિ ગ્રીન સેલ એજન્સીની 150 બસો અને ઓક્ટા એજન્સીની 75 બસો સહિત તમામ ડેપો પર 40થી 50 ટકા બસો બંધ જ રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા એજન્સીઓ સામે દંડનીય કાર્યવાહી કરવાના બદલે તેમના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી દેવામાં આવે છે. એક તરફ સામાન્ય નાગરિકોને ભીડભરેલી બસોમાં મુસાફરી કરવી પડે છે ત્યારે બીજી તરફ કાળી કમાણી કરવાનો ખેલ ચાલી રહ્યો હોવાથી આ સમગ્ર મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો દારૂ અને જુગારધામ પર દરોડા:જૂનાગઢમાં બોલેરો કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ, જુગારધામ અને દૂધના કેનમાંથી દેશી દારૂ ઝડપાયો:ત્રણે ગુનામાં 11 આરોપીઓની અટકાયત, 8.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ‘મને નિયમો ન શીખવો’, રિજિજુ પર ભડક્યા ખડગે:સીતાપુરના મિડ-ડે-મીલમાં પાણી જેવી શાકભાજી પર સંજય સિંહનો સવાલ, સભાપતિએ રોક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment