Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો દારૂ અને જુગારધામ પર દરોડા:જૂનાગઢમાં બોલેરો કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ, જુગારધામ અને દૂધના કેનમાંથી દેશી દારૂ ઝડપાયો:ત્રણે ગુનામાં 11 આરોપીઓની અટકાયત, 8.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    19 hours ago

    જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ અને જુગારના ત્રણ અલગ-અલગ દરોડામાં સફળતા મેળવી છે. પોલીસની ટીમે વિદેશી દારૂની હેરાફેરી, જુગારનો અખાડો અને દેશી દારૂનો વેપાર કરનારા કુલ 11 આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી કુલ 8,57,402 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની આ સતર્કતા અને સપાટાબંધ કાર્યવાહીના કારણે ગુનેગારોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. ​પ્રથમ બનાવમાં, મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી એક બોલેરો કારમાં બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ક્રિષ્ના પાન એન્ડ રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે કારની ઊંડાણપૂર્વક તપાસ કરતા વાહનના બોનેટ, દરવાજા, સાઈડના પડીયા અને પાછળના બમ્પરમાં ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાના મળી આવ્યા હતા. આ ચોરખાનાઓમાંથી વિદેશી દારૂના 384 નંગ ચપટા જેની કિંમત 55,872 રૂપિયા થાય છે તે કબ્જે કરાયા હતા. પોલીસે દારૂ, મોબાઈલ, મોટરસાયકલ અને બોલેરો કાર મળીને કુલ 5,95,872 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મુબારક હોથી અને ગૌતમ વડીયાતરની અટકાયત કરી હતી, જ્યારે દારૂ મોકલનાર સપ્લાયર જીતેન્દ્ર સિંગાડને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બીજી કાર્યવાહીમાં, મધુરમ વિસ્તારમાં મેક્સ પાણીના કારખાના પાછળ આવેલ મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. અહીં કિશોર પાલા નામના શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો. સ્થળ પરથી પોલીસે જુગાર રમતા શશીકાંત રાણીંગા, સુભાષ મુળીયાસીયા, જયદીપ હુંબલ, આશિષ કંટારીયા, અજય મકવાણા અને અનિલ નાગપુરાને રોકડા 71,030 રૂપિયા, નાલના 1,500 રૂપિયા અને 5 મોબાઈલ ફોન મળીને કુલ 1,22,530 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્રીજા દરોડામાં, જેતપુર રોડ પર દૂધના કેનમાં દેશી દારૂ ભરીને જતા ગગુદાન વિરાણી અને ભરત વિરાણીને બે મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પંચેશ્વર મંદિર પાછળ આવેલ વોકળામાંથી પણ અંધારામાં દેશી દારૂનો જથ્થો ઉતારતી વખતે પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. આ બંને બનાવોમાં પોલીસે કુલ 335 લીટર દેશી દારૂ જેની કિંમત 67,000 રૂપિયા થાય છે તે તથા વાહનો મળીને કુલ 1,39,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    જિયા શંકરે બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી:કરણ સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યા, કહ્યું- 'તારી સાથેની દરેક વાતચીતમાં ઘર જેવો અનુભવ થયો'
    Next Article
    મનપામાં ₹1500 કરોડથી વધુનું પરિવહન કૌભાંડ:50% બસો બંધ અને બોગસ રીડિંગ છતાં એજન્સીઓને કરોડો ચૂકવાયા, AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણનો ધડાકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment