Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસે ગોધરાના જ્વેલરી બજારમાં ગ્રાહકોની ભારે ભીડ:સોનાના ભાવમાં ઘટાડો થતાં ખરીદીમાં મોટો ઉછાળો;જિલ્લામાં ₹15 થી ₹20 કરોડના વેચાણનો વેપારીઓનો અંદાજ

    1 day ago

    ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના વિવિધ જ્વેલરી શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સોનાના ભાવમાં થયેલો આંશિક ઘટાડો અને શુક્રવારનો શુભ સંયોગ હોવાને કારણે લોકો મોટી સંખ્યામાં સોના-ચાંદીની ખરીદી કરવા માટે બજારમાં પહોંચ્યા હતા. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે સોના-ચાંદી તેમજ કિંમતી ધાતુઓની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવતી હોવાથી સરાફા બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સિક્કા, બિસ્કિટ અને હળવા દાગીનાની માંગ વધી ધનતેરસના તહેવાર પર લોકો પોતાની ક્ષમતા અનુસાર સોના-ચાંદીના સિક્કા, બિસ્કિટ તેમજ વિવિધ ડિઝાઇનના દાગીના ખરીદી રહ્યા છે. આ વર્ષે શુક્રવારે ધનતેરસ આવતાં ગ્રાહકો સોના-ચાંદી ઉપરાંત 1 ગ્રામના દાગીના ખરીદવામાં પણ વિશેષ રસ દર્શાવી રહ્યા છે. વેપારી દિપક સોનીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઘરાકીમાં અંદાજે 25 ટકાનો સુધારો નોંધાયો છે, જેનાથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે. પંચમહાલ જિલ્લામાં કરોડનો વેપાર થવાનો અંદાજ ગોધરાના અગ્રણી સોનાના વેપારી નયન શેઠે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે ગ્રાહકોના પ્રતિસાદમાં બમણો વધારો જોવા મળ્યો છે. શુક્રવારના શુભ મુહૂર્તમાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં અંદાજે ₹15 થી ₹20 કરોડ સુધીનું સોના-ચાંદીનું વેચાણ થાય તેવી શક્યતા છે. તહેવારોની મોસમમાં ખરીદીના પગલે ગોધરાના તમામ મુખ્ય જ્વેલરી શોરૂમમાં મોડી રાત સુધી ગ્રાહકોની ચહલપહલ જળવાઈ રહી હતી
    Click here to Read More
    Previous Article
    સિંગણપોર સોલિડ વેસ્ટ સ્ટેશન પર કામદારોનું વિરોધ પ્રદર્શન:દિવાળી ટાણે ચારથી પાંચ મહિનાનો પગાર ન મળતા કચરાની ગાડીના ડ્રાઈવરો અને કામદારો હડતાલ પર
    Next Article
    यूपी में 13000 वोटर के नाम बदलने का मामला, दो SDM पर FIR, फंस गया चुनाव आयोग

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment