Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગણપોર સોલિડ વેસ્ટ સ્ટેશન પર કામદારોનું વિરોધ પ્રદર્શન:દિવાળી ટાણે ચારથી પાંચ મહિનાનો પગાર ન મળતા કચરાની ગાડીના ડ્રાઈવરો અને કામદારો હડતાલ પર

    6 hours ago

    સુરતના સિંગણપોર રોડ પર સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ સ્ટેશન પર કચરાની ગાડી ચલાવતા ડ્રાઈવરો અને સફાઈ કામદારો દ્વારા દિવાળી જેવા પવિત્ર તહેવાર ટાણે જ ચારથી પાંચ મહિનાનો પગાર બાકી હોવાના કારણે ઉગ્ર રોષ સાથે હડતાલ શરૂ કરવામાં આવી. દિવાળીના દિવસો નજીક હોવા છતાં અનેક કામદારોના ખાતામાં સમયસર પગાર જમા નહીં થતાં ભારે આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ છે, જેના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક કામદારો અને લોકો સોલિડ વેસ્ટ સ્ટેશનના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ધરણા પર બેસી ગયા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. છેલ્લા ત્રણ મહિનાનો પગાર સંપૂર્ણ બાકી આ મામલે વિરોધ પ્રદર્શન દરમિયાન હિરેનભાઈ કામદાર અને સ્થાનિક કામદાર જીવરાજભાઈ સોમાભાઈએ જણાવ્યું હતું કે કામદારોને લાંબા સમયથી નિયમિત વેતન મળતું નથી અને ચાર મહિનાનો પગાર બાકી હતો, જેમાંથી માત્ર સાતમા મહિનાનો રૂપિયા તેર હજાર જેટલો જ એક મહિનાનો પગાર ગઈકાલે જમા કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ આઠમા, નવમા અને દસમા એમ કુલ ત્રણ મહિનાનો પગાર સંપૂર્ણપણે બાકી અટકાયેલો છે. 'નાઇટ શિફ્ટનું પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું નથી' કામદારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પગાર વજન આધારિત પદ્ધતિથી ચૂકવવામાં આવે છે અને તેમાં પણ ત્રણ મજૂરો તેમજ ડ્રાઇવરનો વહેંચણીનો હિસાબ બેસતો ન હોવાથી મોંઘવારીના આ સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ ઉપરાંત રાત્રિના સમયે દસથી બાર વાગ્યા સુધી કામ કરવા છતાં વધારાના ફેરા અને નાઇટ શિફ્ટનું પેમેન્ટ આજદિન સુધી ચૂકવવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર પાસ થયાનું બહાનું ધરીને ગોળગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે. 'બાંહેધરી મળે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે' પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે મજૂરો અને ડ્રાઇવરોના બેંક ખાતા અથવા ATM કાર્ડ પણ તેમના સુપરવાઈઝર કે શેઠ પાસે રાખવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેના કારણે કામદારો અજાણ રહે છે કે તેમના ખાતામાં ક્યારે અને કેટલા રૂપિયા જમા થયા છે. ગ્લોબલ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા આ શ્રમિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી બાકી નીકળતી તમામ મહિનાઓની રકમ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે અને સંતોષકારક લેખિત બાહેધરી નહીં મળે, ત્યાં સુધી કામદારો કામ પર નહીં ફરે અને હડતાલ ચાલુ જ રહેશે. દિવાળીના તહેવાર ટાણે જ ગરીબ પરિવારો પર આવેલા આર્થિક સંકટને દૂર કરવા અને લેબર કમિશનર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કસૂરવાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે કામદારોએ સરકાર અને તંત્રનું ધ્યાન દોર્યું છે.
    Click here to Read More
    Previous Article
    Karnataka finds ethanol blending of up to 31.2% in petrol, seeks explanation from Union government
    Next Article
    ધનતેરસે ગોધરાના જ્વેલરી બજારમાં ગ્રાહકોની ભારે ભીડ:સોનાના ભાવમાં ઘટાડો થતાં ખરીદીમાં મોટો ઉછાળો;જિલ્લામાં ₹15 થી ₹20 કરોડના વેચાણનો વેપારીઓનો અંદાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment