Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોના ભારે આક્રોશ બાદ સુરત મનપાનું મોટું ડેમેજ કંટ્રોલ:રહેણાંક મિલકતોના તમામ વેરા અને બિનરહેણાંકના ગ્રાઉન્ડ-બેઝમેન્ટ ફ્લોરના ₹147 કરોડનો ટેક્સ માફ

    8 hours ago

    સુરત શહેરમાં તાજેતરમાં જ આવેલા વિનાશક ખાડીપૂરના કારણે હજારો પરિવારો અને વેપારીઓએ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. પૂરના પાણી ઓસર્યા બાદ જનતામાં શાસકો અને વહીવટી તંત્ર સામે ફાટી નીકળેલા ભારે આક્રોશ અને નારાજગીને શાંત કરવા માટે સુરત મહાનગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો છે. ખાડીપૂરથી અસરગ્રસ્ત બનેલા શહેરના લાખો નાગરિકોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે સુરત મનપાની સ્થાયી સમિતિએ એક વિશેષ વેરા માફી યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ પાલિકા તિજોરી પર બોજો વહોરીને પણ અસરગ્રસ્તોને કુલ 147 કરોડ રૂપિયાના વેરા માફીનું મસમોટું પેકેજ આપવા જઈ રહી છે. આ લોકહિતના નિર્ણયનો સીધો લાભ શહેરની 3,54,600 મિલકતોને મળશે, જેનાથી પૂર પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને મોટી આર્થિક સાંત્વના મળશે. વેરા માફીની દરખાસ્તને મનપાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે સુરતમાં ખાડીપૂરના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને સ્થાનિક લોકોમાં પાલિકા પ્રશાસન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે પ્રચંડ ગુસ્સો જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં નેતાઓને લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. જનતાના આ આક્રોશને પારખી ગયેલી પાલિકાએ તાત્કાલિક ધોરણે ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરી હતી, જેના ભાગરૂપે કમિશનર દ્વારા રજૂ કરાયેલી વેરા માફીની દરખાસ્તને સ્થાયી સમિતિએ તાકીદે બહાલી આપી દીધી છે. સ્થાયી સમિતિની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે મનપાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે, જ્યાં તે સર્વાનુમતે પસાર થાય એવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. પાલિકા દ્વારા અંદાજે 113 કરોડ રૂપિયાની મોટી રાહત આપવામાં આવશે પૂરના પાણી ઘરોમાં ઘૂસી જવાને કારણે સૌથી વધુ આર્થિક અને માનસિક ફટકો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને પડ્યો હતો. ઘરવખરી તણાઈ જવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા આ પરિવારો માટે પાલિકાએ ઉદાર સખાવત દાખવી છે અને શહેરમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં આવેલી કુલ 3,04,100 રહેણાંક મિલકતોને આ સ્કીમ હેઠળ આવરી લીધી છે. આ તમામ રહેણાંક મિલકતો માટે તમામ પ્રકારના મિલકત વેરા સંપૂર્ણપણે માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેટેગરીમાં પાલિકા દ્વારા અંદાજે 113 કરોડ રૂપિયાની મોટી રાહત આપવામાં આવશે, જ્યારે રાજ્ય સરકાર હસ્તકના શિક્ષણ ઉપકર સહિતની વેરા માફીની રકમ પણ આશરે 73 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. પાલિકાએ માત્ર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો કે ઓફિસોના વેરા જ માફ કરવાનો નિર્ણય કર્યો બીજી તરફ પૂરમાં માત્ર ઘરો જ નહીં પરંતુ, હજારો દુકાનો, ગોડાઉનો અને નાના કારખાનાઓ પણ પાણીમાં ડૂબી ગયા હોવાથી વેપારીઓનો લાખો રૂપિયાનો માલસામાન સડી ગયો હતો. વેપારી આલમની આ કપરી સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિએ બિનરહેણાંક એટલે કે કોમર્શિયલ મિલકતો માટે પણ રાહત જાહેર કરી છે. આ યોજના હેઠળ શહેરની કુલ 50,500 બિનરહેણાંક મિલકતોને લાભ મળશે. જોકે, પૂરના પાણી મુખ્યત્વે ગ્રાઉન્ડ લેવલ પર જ ફરી વળ્યા હોવાથી પાલિકાએ માત્ર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનો કે ઓફિસોના વેરા જ માફ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે પ્રથમ માળ કે તેનાથી ઉપરની મિલકતોને આમાંથી મુક્તિ મળશે નહીં. આ કોમર્શિયલ કેટેગરીમાં અંદાજે 99.10 કરોડ રૂપિયાનો વિસ્તાર ટેક્સ માફી હેઠળ આવરી લેવાયો છે, જ્યારે શિક્ષણ ઉપકર સહિતની વેરા માફીની કુલ રકમ 74 કરોડ રૂપિયા જેટલી થશે. સામાન્ય રીતે મિલકત વેરાની સાથે મનપા દ્વારા સફાઈ ચાર્જ, વોટર ટેક્સ અને યુઝર ચાર્જ પણ લેવામાં આવતો હોય છે પરંતુ, પૂરના કારણે ગંદકી અને રોગચાળો ફેલાયો હોવાથી લોકો પાસેથી આ ચાર્જ વસૂલવો વ્યાજબી ન હોવાનું સમિતિએ સ્વીકાર્યું છે. આથી, આ વિશેષ પેકેજમાં મિલકત વેરાની સાથે યુઝર ચાર્જ અને સરકારના શિક્ષણ ઉપકરમાં પણ જે તે ધોરણે માફી આપવાની જાહેરાત કરાતા મધ્યમ વર્ગીય કરદાતાઓને બમણો ફાયદો થશે. રાજ્ય સરકાર દ્વારા પણ અસરગ્રસ્તોને રાહત પેકેજ જાહેર કર્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, તારીખ 6 જુલાઈથી સુરત શહેર તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે ખાડીઓમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેને કારણે સમગ્ર શહેરમાં પાણીનું લેવલ ઊંચું જતાં ઘણી જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો અને શહેરીજનોને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા પણ અસરગ્રસ્તોને રાહત પેકેજ જાહેર કર્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સુરતના શહેરીજનોને તો રાહત મળી શકે તે માટે એક વેરા માફી યોજના જાહેર કરી છે, જેમાં રહેણાંક મિલકતો 3,04,000 અને બિનરહેણાંક મિલકતો 50,500 મળીને કુલ 147 કરોડ રૂપિયાના વેરા માફીની યોજના સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈપણ જગ્યાએ વેરા માફીનું કન્સીડર કરવાનું રહી ગયું હોય અને તે જગ્યાએ પાણીનો ભરાવો થયો હોય, તો આગામી બે મહિનામાં જે તે મિલકતદાર પોતાના વિડીયોગ્રાફી અથવા ફોટોગ્રાફ જે તે ઝોનમાં રજૂ કર્યેથી તે મિલકતોનો પણ વેરા માફીમાં સમાવેશ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં પહેલીવાર દેહવ્યાપારથી ખરીદેલી 80 લાખની પ્રોપર્ટી જપ્ત:ભાવનગરના કેસમાં પ્રથમવાર પાસાનો હુકમ, મહિલા સંચાલિકાની અટકાયત કરી ભુજની જેલમાં ધકેલાઈ
    Next Article
    Sonam Wangchuk को उठाए जाने के बाद क्या करने वाली है CJP? Delhi Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment