Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગલપર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સો ઝડપાયા:₹14.35 લાખનો મુદ્દામાલ કબજે, સોના-ચાંદીના દાગીના, કાર-સ્કૂટર પણ મળ્યા

    8 hours ago

    કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને ઉકેલવાની દિશામાં નખત્રાણા પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી નાગલપર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં સંડોવણીના આધારે રમેશ ચમનલાલ રાઠોડ (ઉંમર 32 વર્ષ), રહે. નાગલપર, તા. નખત્રાણા અને નિહાલ દિનેશભાઈ સોની (ઉંમર 31 વર્ષ), રહે. મણિનગર, નખત્રાણાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 14,35,122ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 305(એ), 331(1), 331(3) અને 54 હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસને આ સફળતા મળી છે. ઘરફોડ ચોરીના આ બનાવમાં ચોરાયેલા મુદ્દામાલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે લાખો રૂપિયાની કિંમતની વસ્તુઓ રિકવર કરવામાં આવી છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 79.57 ગ્રામ વજનની સોનાની ઢાળનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 10,25,325 આંકવામાં આવી છે. આ ઉપરાંત 358 ગ્રામ વજનના નાના-મોટા ચાંદીના દાગીના, જેની કિંમત રૂ. 67,127 થાય છે, તે પણ કબજે કરવામાં આવ્યા છે. ચોરીના કેસમાં અન્ય ઉપયોગી પુરાવા અને વાહનો પણ પોલીસને મળ્યાં છે. પોલીસે સફેદ રંગની હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 કાર, જેની કિંમત રૂ. 3 લાખ છે, તેમજ હીરો પ્લેઝર સ્કૂટર, જેની કિંમત રૂ. 30 હજાર છે, કબજે કર્યાં છે. આ ઉપરાંત વિવો અને ઓપ્પો કંપનીના બે મોબાઈલ ફોન, રોકડા રૂ. 2,660 અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું એક ડિસમિસ પણ કબજે કરવામાં આવ્યું છે. પોલીસની આ કાર્યવાહીથી નાગલપર ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને ચોરીનો મોટાભાગનો મૂલ્યવાન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં પાલિકાની કચેરીના ગેટ પર માટલા ફોડી વિરોધ:પાણીની સમસ્યાને લઈ વોર્ડ-14ના સ્થાનિકોનો મોરચો, પૂરતા પ્રેશરથી પીવાનું પાણી આપવા માગ
    Next Article
    ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું:કચ્છના નાના રણમાં 14 જૂન સુધી માણી શકાશે રણની સફર; હજારો વિદેશી યાયાવર પક્ષીઓનું રણમાં આગમન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment