Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્હાનવી કપૂર તિરુપતિ મંદિરના પગથિયાં પર બેઠેલી જોવા મળી:'પેડ્ડી'ની રિલીઝના અવસરે દર્શન કર્યા; ફિલ્મે પહેલા દિવસે ₹135.36 કરોડ કમાવ્યા

    2 weeks ago

    બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની નવી ફિલ્મ 'પેડ્ડી'ના રિલીઝના અવસરે આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તિરુમાલા મંદિર પહોંચી. જાહ્નવી તેના જીવન અને કારકિર્દીના મોટા પ્રસંગોએ અવારનવાર આ મંદિરમાં દર્શન કરવા આવે છે. તેની આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ મેકર્સ અનુસાર, રામ ચરણ અભિનીત આ ફિલ્મે પહેલા જ દિવસે વિશ્વભરમાં 135.36 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરીને મોટી ઓપનિંગ કરી છે. જ્યારે, ઘરેલુ બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે મજબૂત શરૂઆત કરી છે. સવારે કુર્તામાં સીડીઓ ચઢી, પછી સાડીમાં નજરે પડી સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જાહ્નવી કપૂર વહેલી સવારે સાદા કુર્તા-પાયજામા પહેરીને મંદિરની સીડીઓ ચડતી જોવા મળી. આ દરમિયાન તેણે પોતાના વાળનો અંબોડો વાળ્યો હતો અને કાનમાં ઇયરફોન લગાવ્યા હતા. એક વીડિયો ક્લિપમાં તે ચઢાણ દરમિયાન એક ખૂણામાં બેસીને થોડો આરામ કરતી પણ જોવા મળી. આ પછી, મુખ્ય મંદિરમાં દર્શન સમયે તે જાંબલી રંગની સાડી, મેચિંગ જ્વેલરી અને કપાળ પર બિંદી લગાવેલા પરંપરાગત લુકમાં ફરતી જોવા મળી. પહેલા દિવસે 135 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ડિરેક્ટર બુચી બાબુ સનાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'પેદ્દી'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ મેકર્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ફિલ્મે પહેલા દિવસે વર્લ્ડવાઈડ 135.36 કરોડ રૂપિયાનું શાનદાર ગ્રોસ કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. જાહ્નવીના કરિયરની દ્રષ્ટિએ આ ફિલ્મની ઓપનિંગ ઘણી મોટી માનવામાં આવી રહી છે. ભારતમાં 51 કરોડનું નેટ કલેક્શન, 12 હજારથી વધુ શો બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક અનુસાર, 'પેડ્ડી'એ ભારતમાં તેના પહેલા દિવસે 51 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મને સમગ્ર દેશમાં 12,412 શોમાં રિલીઝ કરવામાં આવી હતી. પહેલા દિવસે સિનેમાઘરોમાં તેની કુલ ઓક્યુપન્સી એટલે કે થિયેટરમાં દર્શકોની સંખ્યા લગભગ 45.5 ટકા નોંધાઈ હતી. ટ્રેડ નિષ્ણાતોનું માનવું છે કે આવનારા વીકએન્ડમાં ફિલ્મની કમાણીમાં વધુ તેજી આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી એક દિવસમાં ₹6,138, સોનું ₹1,896 સસ્તું:1 કિલો ચાંદી ₹2.55 લાખ, 10 ગ્રામ સોનું ₹1.54 લાખ થયું, જાણો તમારા શહેરના ભાવ
    Next Article
    અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનો સંકલ્પ: 51,000 વૃક્ષો વાવશે:વિશ્વ પર્યાવરણ દિવસે 25 ગામડામાં વૃક્ષારોપણ મહાઅભિયાન શરૂ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment