Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનો સંકલ્પ: 51,000 વૃક્ષો વાવશે:વિશ્વ પર્યાવરણ દિવસે 25 ગામડામાં વૃક્ષારોપણ મહાઅભિયાન શરૂ

    2 weeks ago

    વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઊર્જા તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં આ સૌથી મોટો નિર્ણય લેવાયો છે. મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વડિયા, કુંકાવાવ, મોટા માંડવડા, સણોસરા, શીતલ, પીપળવા સહિત અનેક ગામડાઓમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલી વિધાનસભામાં સદભાવના ટ્રસ્ટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ જોડાણ હેઠળ આગામી 15 દિવસમાં 25 જેટલા ગામડાઓમાં 51,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, ગ્લોબલ વોર્મિંગ અને વધતી ગરમી સામે લડવા માટે પર્યાવરણ પ્રત્યે જાગૃત થવું અત્યંત જરૂરી છે. આ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાથી પર્યાવરણનું રક્ષણ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    જ્હાનવી કપૂર તિરુપતિ મંદિરના પગથિયાં પર બેઠેલી જોવા મળી:'પેડ્ડી'ની રિલીઝના અવસરે દર્શન કર્યા; ફિલ્મે પહેલા દિવસે ₹135.36 કરોડ કમાવ્યા
    Next Article
    પાણીધ્રા ગામમાં ઝેરી કેમિકલની અસરથી વધુ એક ગંભીર ઘટના:ત્રણ દિવસથી સારવાર હેઠળ રહેલા યુવાન કમલેશ કરગઠીયાનું આજે મોત, પોલીસે લઠ્ઠાકાંડને નકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment