Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા:₹13.50 લાખના કેસમાં 9 માસની કેદ, વળતર ચૂકવવા આદેશ

    3 days ago

    વલસાડ તાલુકાના મગોદ ગામમાં મિત્રતા આધારિત નાણાકીય વ્યવહારમાં ચેક બાઉન્સ થતાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વલસાડની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે આરોપીને 9 માસની કેદ અને ₹13.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મગોદ ગામના રહેવાસી ધર્મેશભાઈ વિનોદભાઈ પટેલે તેમના મિત્ર મિરાજ જગદીશભાઈ પરમારને વિશ્વાસના આધારે કુલ ₹13.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે મિરાજે ચેક આપ્યા હતા. ધર્મેશભાઈએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયા હતા, જેના કારણે નાણાકીય વિવાદ વધુ ઘેરો બન્યો હતો. નાણા પરત ન મળતા, ધર્મેશભાઈએ તેમના વકીલ જે.એમ. પુરોહિત મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ વલસાડ JMFC કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી પક્ષે મજબૂત દસ્તાવેજી પુરાવા અને દલીલો રજૂ કરી હતી. આરોપી મિરાજ પરમાર તરફથી વકીલ ડી.એમ. આચાર્યએ પક્ષ રજૂ કર્યો હતો. એડિશનલ સિવિલ જજ પ્રીતિ સાગરની કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈ આરોપી મિરાજ પરમારને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 9 માસની સજા ફટકારી અને ફરિયાદીને ₹13.50 લાખ વળતર રૂપે ચૂકવવાનો આદેશ કર્યો. કોર્ટે ટિપ્પણી કરી કે આવા કેસોમાં દસ્તાવેજી પુરાવા અને વ્યવહારની પારદર્શિતા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ફરિયાદી પક્ષ પોતાની રકમ સાબિત કરવામાં સફળ રહ્યો, જે ચુકાદામાં નિર્ણાયક સાબિત થયું.
    Click here to Read More
    Previous Article
    આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી:પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માટે નામોની જાહેરાત
    Next Article
    2 US Fighter Jets, Black Hawks Hit By Iran, 2 Pilots Rescued, 1 Missing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment