Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી:પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માટે નામોની જાહેરાત

    3 days ago

    આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાટણ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટેના ઉમેદવારોના નામોનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયતની બાલીસાણા બેઠક પરથી રાણાજી સોમાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી હિતેશભાઈ પટેલ અને વોર્ડ નંબર 10 માંથી મનુભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની બેઠકો પર નજર કરીએ તો, પાટણ તાલુકા પંચાયતની મણુંદ બેઠક પરથી દિનુજી લક્ષ્મણજી વાઘેલા, સંડેર બેઠક પરથી જ્યોત્સનાબેન ઠાકોર, સંખારી બેઠક પરથી તબ્બસુમ હારૂનભાઈ મનસુરી અને બાલીસાણા-1 બેઠક પરથી વિપુલભાઈ પંચાલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. આ ઉપરાંત, સરસ્વતી તાલુકા પંચાયત હેઠળની વામૈયા બેઠક પરથી સેધૂભા એસ દરબાર, અઘાર બેઠક પરથી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા અને અજીમણા બેઠક પરથી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિના નામોની સત્તાવાર જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં પાટણ નગરપાલિકા, પાટણ તાલુકા પંચાયત અને સરસ્વતી તાલુકા પંચાયત સહિત પાટણ વિધાનસભા અંતર્ગત આવતી જિલ્લા પંચાયતની બાકી રહેલી બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. આ નામોની જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    CSK vs PBKS: Chennai seek all-round improvements in first home match
    Next Article
    વલસાડમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા:₹13.50 લાખના કેસમાં 9 માસની કેદ, વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment