Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં ₹1.30 લાખના મુદ્દામાલ સાથે ચોર પકડાયો:ચાંદીના સતર અને બાઇક ચોરીના બે ગુના ઉકેલાયા

    20 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ધ્રાંગધ્રા સીટી મોચીવાડ ખાતેથી ચાંદી અને મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલ ₹1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી પાસેથી ₹50,000ની કિંમતના ચાંદીના 29 નંગ સતર અને ₹80,000ની કિંમતનું GJ38AK2075 નંબરનું પલ્સર મોટરસાયકલ મળી આવ્યું છે. હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘાંઘરને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપીનું નામ ઇમરાનભાઈ રહીમભાઈ ચુડેસરા છે, જે રાવળીયાવદર, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગરનો રહેવાસી છે. તેનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં હળવદ, ધ્રાંગધ્રા તાલુકા અને લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી મંદિરોમાંથી ચાંદીના દાગીના (સતર) અને મોટરસાયકલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેની ધરપકડથી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન અને બહુચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓ ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવીને આ સફળ કામગીરી કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    શું ભારત આજે છેલ્લા દિવસે કોલંબોમાં જીતનો ધ્વજ લહેરાવશે?:શ્રીલંકા પર હારનું સંકટ, ઈન્ડિયન ટીમ ક્લીન સ્વીપથી માત્ર થોડા પગલાં જ દૂર
    Next Article
    અમરેલી-ચોકી ખાખરીયા રોડને રૂ. 10 કરોડ મંજૂર:મંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસથી રીસરફેસિંગ કામને સૈદ્ધાંતિક મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment