Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો:એક્સપ્રેસ-વે પરથી ₹12.85 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલું વાહન ઝડપાયું, જામનગરનો શખ્સ પકડાયો અને 3 વોન્ટેડ

    7 hours ago

    વડોદરા ગ્રામ્યના નંદેસરી પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વધુ એક વખત ઓચિંતો દરોડો પાડી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. SMC ની ટીમે બાતમીના આધારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નજીકથી ₹12.85 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી વાહન સહિત કુલ ₹27.99 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે આ ગેરકાયદે કન્સાઇનમેન્ટ મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. 149 પેટીઓમાં ભરેલી 7,152 બોટલો સાથે વાહન જપ્ત ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી વાસદ તરફ જતા માર્ગ પર આવેલા ટોલનાકા નજીક ગ્રાન્ડ નીલગીરી હોટલ સામે જાહેરમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ વાહનને આંતરી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની 149 પેટીઓ (કુલ 7,152 બોટલો) કિંમત ₹12,85,920 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ ₹27,99,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. માલ મોકલનાર અને સ્થાનિક બૂટલેગર સહિત 3 શખ્સો ફરાર દરોડા દરમિયાન પોલીસે વાહન ચલાવી રહેલા કાસીદ મહોંમદ રફીક બલોચ (મકરાણી) (રહે. હાજીપીર ચોક, મદીના મસ્જિદ પાસે, લાલખાણ, જામનગર) ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ ખુલતાં જામનગરના આસીફ કાસમભાઈ જોખિયા તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને વડોદરા પંથકમાં ડિલિવરી લેનાર સહિત 3 આરોપીઓને ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર નેટવર્ક અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. છ મહિનામાં SMCનો બીજો મોટો દરોડો નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બૂટલેગરો બેફામ બન્યા હોવાના પુરાવા સ્ટેટ મોનિટરિંગ સેલની સતત કાર્યવાહીથી સામે આવી રહ્યા છે. અગાઉ માર્ચ 2026 માં પણ SMC ની ટીમે નંદેસરી જીઆઈડીસી પાસેના ખુલ્લા પ્લોટમાં મોટો દરોડો પાડી ₹43 લાખનો વિદેશી દારૂ ઝડપી 6 આરોપીઓને જેલભેગા કર્યા હતા. વારંવાર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ આવીને મોટા પાયે દારૂ પકડતી હોવાથી સ્થાનિક પોલીસની રહેમનજર કે નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ગણેશ વિસર્જન શરૂ:2000થી વધુ પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન, એક જ કુંડ બનાવાતા ભીડની ચિંતા
    Next Article
    राहुल ने आयोग पर लगाया पार्टी चोरी का आरोप, ममता नंदीग्राम में कांग्रेस को सपोर्ट करेंगी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment