Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ₹1.25 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન-બોરવેલ:15મા નાણાં પંચની ગ્રાન્ટથી 19 વિસ્તારોમાં વિકાસકાર્યો શરૂ

    4 days ago

    પાટણ નગરપાલિકા દ્વારા ₹124.97 લાખના અંદાજિત ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન અને બોરવેલના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો 15મા નાણાં પંચની વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવ્યા છે. શહેરના કુલ 19 વિસ્તારોમાં પાણીની સુવિધા સુદ્રઢ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 17 જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવશે. વધુમાં, પાણીની અછત ધરાવતા 2 વિસ્તારોમાં નવા બોરવેલ બનાવવાની કામગીરી પણ મંજૂર કરવામાં આવી છે. આ કામગીરી પાટણ શહેરમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી છે. આ નવીન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાટણ શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો વધુ વેગવંત બનશે અને પાણીની સુવિધામાં સુધારો થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ અને પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નિલમભાઈ પટેલ, પક્ષના નેતા ડો. મનોજ ઠાકોર અને દંડક મનીષાબેન પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના તમામ નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં શાળાઓ ફરી શરૂ:નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, કુમકુમ-તિલક અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત
    Next Article
    Rajkot Bageshwar Baba |ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ધુણતા લોકોના વીડિયો થયા વાયરલ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment