Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં શાળાઓ ફરી શરૂ:નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, કુમકુમ-તિલક અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત

    4 days ago

    રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં, ભરૂચ જિલ્લામાં સોમવાર, 8 જૂન 2026થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો. સરકારી અને ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી ફરી ધમધમી ઉઠી હતી. શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરીને નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું શાળા પરિવારે કુમકુમ-તિલક અને ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નવા વિદ્યાર્થીઓના આવકાર માટે વિવિધ શાળાઓમાં વિશેષ આયોજન કરાયું હતું. જોકે, પ્રથમ વખત શાળામાં આવેલા શિશુ વર્ગના કેટલાક બાળકો માતા-પિતાથી દૂર થતાં રડી પડ્યા હતા. આ દૃશ્યો શાળા પટાંગણમાં જોવા મળ્યા. શિક્ષકોએ બાળકોને રમૂજી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડીને તેમને શાળાના વાતાવરણ સાથે પરિચિત કરવાનો પ્રયાસ કર્યો. પ્રથમ દિવસે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું. શ્રવણ વિદ્યાલયના આચાર્ય સુનીલ ઉપાધ્યાયે જણાવ્યું કે, નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વિદ્યાર્થીઓમાં જોવા મળેલો ઉત્સાહ શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં સફળતા હાંસલ કરવા શુભેચ્છાઓ પાઠવી. ભરૂચ જિલ્લામાં શાળાઓના પુનઃ પ્રારંભ સાથે નવા શૈક્ષણિક વર્ષની ઉજ્જવળ શરૂઆત જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર બેઠક પર સ્વ.‘યોગેશ કાકા’ના ઉત્તરાધિકારી કોણ?:વર્તમાન-પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ મેયર સહિત આ દિગ્ગજોના નામ રેસમાં; દાવેદારોની યાદીથી રાજકારણ ગરમાયું
    Next Article
    પાટણમાં ₹1.25 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન-બોરવેલ:15મા નાણાં પંચની ગ્રાન્ટથી 19 વિસ્તારોમાં વિકાસકાર્યો શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment