Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું એક વર્ષમાં સૌથી સસ્તું, ₹1.24 લાખ પર આવ્યું:ગઈકાલે સોનાના ભાવમાં ₹6 હજારનો ઘટાડો થયો; ચાંદીના ભાવ પણ ₹8 હજાર ઘટીને ₹1.53 લાખ પર આવ્યા

    7 hours ago

    સોના-ચાંદીમાં સતત ઘટાડો ચાલુ છે. IBJA મુજબ, શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,638 રૂપિયા સસ્તું થઈને 1.23 લાખ રૂપિયા પર આવી ગયું. આ ઘટાડા બાદ સોનું લગભગ એક વર્ષ જૂના સ્તરે પહોંચી ગયું છે. ગયા વર્ષે 24 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,23,308 રૂપિયા હતો. ત્યાર બાદ આખું વર્ષ તેના ભાવ ઊંચા રહ્યા. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ શુક્રવારે પ્રતિ કિલો 7,911 રૂપિયાનો ઘટાડો નોંધાયો. આ પછી ચાંદી 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. અમેરિકન ડૉલરમાં મજબૂતી અને ઊંચા સ્તરે નફાવસૂલાતના કારણે સોના-ચાંદીની કિંમતો પર દબાણ યથાવત છે. અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ હોવાના 4 કારણો ઊંચી સપાટીથી સોનું 30% સસ્તું થયું, ચાંદી 60% સુધી ઘટી આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયાની ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સોનું આશરે 52,228 રૂપિયા એટલે કે લગભગ 30% સસ્તું થઈ ગયું છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2.30 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 3.80 લાખ રૂપિયાની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી ચાંદી આશરે 2.27 લાખ રૂપિયા એટલે કે 60% સસ્તી થઈ ગઈ છે. આ વર્ષે સોના-ચાંદીનો ભાવ સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયાના બેટર્સે ન્યૂઝીલેન્ડનો વારો કાઢ્યો:શુભમન ગિલ 2 રને સેન્ચુરી ચૂક્યો, કેએલ રાહુલે 136 રન ફટકાર્યા; ભારત પાસે 118 રનની લીડ
    Next Article
    વ્યાકુળ વેપારીને સંતની શિખામણ:મનમાં ખૂંપેલા ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને લાલચના કાંટા શાંતિથી જીવવા નહીં દે; જાણો પ્રેરક કથા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment