Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાકુળ વેપારીને સંતની શિખામણ:મનમાં ખૂંપેલા ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને લાલચના કાંટા શાંતિથી જીવવા નહીં દે; જાણો પ્રેરક કથા

    7 hours ago

    પ્રાચીન સમયમાં એક ધનવાન વેપારી હતો. તેની પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુ હાજર હતી, પરંતુ તેનું મન હંમેશા અશાંત રહેતું હતું. દરેક સમયે તણાવ, બેચેની અને ચિંતા રહેતી હતી. વેપાર માટે તે સતત મુસાફરી કરતો હતો, પરંતુ મુસાફરી કરવાથી પણ તેને સંતોષ મળી રહ્યો ન હતો. એક દિવસ મુસાફરી કરીને પરત ફરતી વખતે તેને એક વનમાં આશ્રમ દેખાયો. લાંબા સમયથી પોતાના મનની અશાંતિને લઈને પરેશાન વેપારી આશ્રમમાં ગયો. ત્યાં એક સંત ધ્યાનમાં બેઠા હતા. વેપારીએ તેમને પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ જણાવ્યું. તેણે કહ્યું કે, 'મારી પાસે બધું જ છે, છતાં પણ મને શાંતિ મળી રહી નથી.' સંતે સહાનુભૂતિપૂર્વક તેની વાત સાંભળી અને કહ્યું કે, 'જો શાંતિ જોઈતી હોય, તો થોડી વાર અહીં બેસીને ધ્યાન કરો.' વેપારીએ આસન લગાવ્યું, આંખો બંધ કરી અને ધ્યાન લગાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ધ્યાન કરતી વખતે પણ વેપારીની અંદરનો ઘોંઘાટ ઓછો થવાનું નામ જ લઈ રહ્યો ન હતો. વેપારની વાતો, ભવિષ્યની ચિંતાઓ, બીજાઓ સાથે સરખામણી, ઈર્ષ્યા અને અહંકાર જેવા વિચારો સતત મનમાં ઘૂમી રહ્યા હતા. થોડી વાર પછી તેણે આંખો ખોલી અને સંતને કહ્યું કે, 'હું ધ્યાન લગાવી શકતો નથી.' સંતે કહ્યું કે, 'ચાલો મારી સાથે, થોડી વાર આશ્રમમાં ફરીએ. વેપારી તેમની સાથે ચાલવા લાગ્યો. રસ્તામાં એક વૃક્ષ પાસે જતી વખતે તેના હાથમાં અચાનક એક કાંટો વાગી ગયો. પીડાથી તે કણસી ઉઠ્યો. સંત તરત જ લેપ લઈને આવ્યા અને તેના હાથ પર લગાવી દીધો. વેપારીએ રાહતનો શ્વાસ લીધો. ત્યારે સંત બોલ્યા કે, 'જે રીતે આ કાંટો તને પીડા આપી રહ્યો છે, બરાબર તેવી જ રીતે તારા મનમાં ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને લાલચના કાંટા ખૂંપેલા છે. જ્યાં સુધી આ કાંટા અંદર રહેશે, તને શાંતિ મળી જ નહીં શકે. ધ્યાન લગાવવામાં મુશ્કેલી એટલા માટે આવી, કારણ કે મન પહેલેથી જ આ કાંટાઓથી ભરેલું છે.' સંતની વાત વેપારીના હૃદયમાં ઉતરી ગઈ. તે આશ્રમમાં જ રોકાઈ ગયો અને સંતનો શિષ્ય બની ગયો. ધીમે-ધીમે તેણે પોતાની અંદર વસેલા નકારાત્મક વિચારોનો ત્યાગ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના ધનનો ઉપયોગ સમાજ સેવામાં કરવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તેનું મન શાંત થઈ ગયું અને તે એક સંતુલિત અને પ્રસન્ન વ્યક્તિ બની ગયો. પ્રસંગની શીખ
    Click here to Read More
    Previous Article
    સોનું એક વર્ષમાં સૌથી સસ્તું, ₹1.24 લાખ પર આવ્યું:ગઈકાલે સોનાના ભાવમાં ₹6 હજારનો ઘટાડો થયો; ચાંદીના ભાવ પણ ₹8 હજાર ઘટીને ₹1.53 લાખ પર આવ્યા
    Next Article
    PM મોદીએ કહ્યું- હું પડકારોને પડકારુ છું:મરી પડેલી વિચારસરણી સાથે જીવતા લોકો જીવન જીવી શકતા નથી, અશક્ય સામે પોતાને તૈયાર કરો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment