Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના પારેખ ચોકમાંથી વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે ₹1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એક શખ્સ ફરાર, દીવ પોલીસે ₹56 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો

    10 hours ago

    ગીર સોમનાથ પોલીસે ઉનાના પારેખ ચોક વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹1,24,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને દેલવાડાના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે તેનો એક સાગરીત ફરાર થઈ ગયો છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને પારેખ ચોક વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પી.આઈ. મોરી અને પોલીસ સ્ટાફના શાંતિલાલ સોલંકી, અનિલ જાદવ સહિતની ટીમે શંકાસ્પદ ટુ-વ્હીલરને રોકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન દેલવાડાના દિવ્યેશભાઈ દિનેશભાઈ જેઠવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે તેના અન્ય સાગરીત જતીન રમેશભાઈ દમણિયાનું નામ આપ્યું હતું, જે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલો, એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને GJ-32-AB-3375 નંબરનું ટુ-વ્હીલર સહિત કુલ ₹1,24,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. દીવ પોલીસે ₹56 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો દીવ પોલીસે સઘન ચેકિંગ દરમિયાન ₹56,174/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ઉનાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઘોઘલા વિસ્તારમાંથી બિનવારસી દારૂ મળી આવ્યો હતો. જાહેર સુરક્ષા જાળવવા તેમજ કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે દીવ પોલીસ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ, ભીડવાળા વિસ્તારોમાં દેખરેખ અને ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ગત તા. 15 મે, 2026ના રોજ મોડી રાત્રે દીવ પોલીસ સ્ટેશનની સ્પેશિયલ સ્ટાફ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઘોઘલા સ્મશાન રોડ નજીકથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં મુકાયેલ દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દારૂ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે લઈ જવાનો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, તે જ દિવસે કોસ્ટલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વણાકબારા નજીક બુચરવાડા રોડ ફાર્મ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસેથી અને નજીકના વિસ્તારમાં તપાસ કરતા કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL)નો વધુ એક જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ગોસ્વામી પ્રમોદગીરી દેવગીરી (ઉ.વ. 48 વર્ષ, રહે. પાંચ હજાર હુકડા સોસાયટી, ઉના, ગીર સોમનાથ, ગુજરાત) છે. ઝડપાયેલો તમામ ગેરકાયદેસર IMFL દારૂનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે દીવ એક્સાઈઝ વિભાગને સોંપવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (180 મી.લી., 375 મી.લી. અને 750 મી.લી.) શામેલ છે, જેની કુલ કિંમત ₹56,174/- આંકવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાપોદ GIDCની ફેક્ટરીમાં લાખોના કોપરની ચોરી:પુરાવા નાશ કરવા ચોર CCTVનું DVR પણ લઈ ગયા, શંકાસ્પદ શખસ અન્ય કંપનીના CCTVમાં કેદ થયો
    Next Article
    પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:રાપર પોલીસે ફતેહગઢ નજીકથી ₹13.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment