Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપોદ GIDCની ફેક્ટરીમાં લાખોના કોપરની ચોરી:પુરાવા નાશ કરવા ચોર CCTVનું DVR પણ લઈ ગયા, શંકાસ્પદ શખસ અન્ય કંપનીના CCTVમાં કેદ થયો

    6 hours ago

    વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફેક્ટરીમાં મોડી રાત્રે ચોરીની મોટી ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં રોડ નંબર 5 પર પ્લોટ નંબર 7માં ઓમ સાંઈ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. સાથે કેમેરા માટે લગાવેલ DVR પણ ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોર 6 CCTVનું DVR પણ લઈને ફરાર થયો કંપનીના માલિક નિમિષ કવાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે તેમની કંપનીમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. ચોર એટલો હોશિયાર હતો કે કંપનીમાં લાગેલા 6 સીસીટીવી કેમેરાનું ડીવીઆર (DVR) પણ પોતાની સાથે ઉઠાવી ગયો હતો. જેથી કોઈ પુરાવા ન રહે. ફેક્ટરીમાંથી અંદાજિત 150 કિલોગ્રામ કરતાં પણ વધુ વજનના કોપર (તાંબા)ના પાઇપ, ફિટિંગ માટેના કેપિલરીના સામાન તેમજ ભંગારમાં રાખેલા તાંબાના ટુકડાઓની ચોરી થઈ છે. સ્ટોરમાંથી અન્ય કઈ નાની-મોટી વસ્તુઓ ગાયબ છે. ઉપરના ભાગેથી એન્ગલ તોડીને ચોર ફેક્ટરીમાં ઘૂસ્યો કંપનીના માલિકના જણાવ્યા અનુસાર, આસપાસની અન્ય કંપનીઓના સીસીટીવી ફૂટેજ ચકાસતા માલૂમ પડ્યું છે કે ચોર ફેક્ટરીના ઉપરના ભાગેથી એન્ગલ તોડીને અંદર ઘૂસ્યો હતો. ફૂટેજમાં આશરે પોણા પાંચ વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ વ્યક્તિ ફેક્ટરીના છાપરા પરથી કૂદતો અને ત્યાંથી ગાડી પર કોપરની કોઈલ લઈને આ રોડ પરથી બહાર ભાગતો સાફ દેખાઈ રહ્યો છે. બાપોદ પોલીસે તપાસ હાથ ધરી આ સમગ્ર મામલે કંપનીના માલિક દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ડી-સ્ટાફની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ચોરને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બનેવી અને તેના ભાઈએ સાળા પર તલવાર અને ડંડાથી હુમલો:ગોરવામાં લગ્નનું આમંત્રણ આપવા ગયો ને તકરાર થઈ'તી, હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ
    Next Article
    ઉનાના પારેખ ચોકમાંથી વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે ₹1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એક શખ્સ ફરાર, દીવ પોલીસે ₹56 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment