Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિસાગરના નળ સે જળ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટર પકડાયો:₹123 કરોડના કૌભાંડમાં ધરપકડનો આંકડો 55 પર પહોંચ્યો

    1 day ago

    મહિસાગર જિલ્લાના ચર્ચાસ્પદ નળ સે જળ કૌભાંડમાં CID ક્રાઈમની કાર્યવાહી ચાલુ છે. ₹123 કરોડના આ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે કૌભાંડમાં અત્યાર સુધીમાં ધરપકડનો આંકડો 55 પર પહોંચી ગયો છે. CID ક્રાઈમ બ્રાન્ચે ખાનપુર તાલુકાના લવણા ગામેથી કોન્ટ્રાક્ટર નાનાભાઈ વીરાભાઈ પંચાલને પકડ્યો છે. તેને તેના નિવાસસ્થાનેથી પકડવામાં આવ્યો હતો. માહિતી મુજબ, એન.વી. પંચાલ નામની એજન્સી દ્વારા ખાનપુર તાલુકાના ત્રણ ગામોમાં નળ સે જળ યોજનાના કામોમાં ગેરરીતિ થઈ હતી. આ એજન્સી પાસેથી સરકારને કુલ ₹47 લાખ 26 હજાર 311 અને 70 પૈસાની રિકવરી કરવાની બાકી છે. નળ સે જળ યોજનાના કૌભાંડમાં તત્કાલીન વાસ્મો અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સરપંચોની ભૂમિકા સામે આવી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી આ યોજનામાં ગેરરીતિ કરીને કૌભાંડીઓએ પાણી પહોંચાડવાના કામ પર જ પાણી ફેરવી દીધું હોવાના આક્ષેપો થયા છે અને CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે 22 જૂનના રોજ હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા ખાતે CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી CID ક્રાઈમ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજની ધરપકડ પછી અત્યાર સુધીમાં કુલ 55 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તત્કાલીન વાસ્મોના 12 કર્મચારીઓમાંથી 8 કર્મચારીઓ પકડાયા છે. કુલ 111 એજન્સીઓમાંથી 37 કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે. ફરિયાદમાં જણાવેલા કર્મચારીઓ સિવાયના અન્ય 4 તત્કાલીન કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમના ખાતામાં કૌભાંડની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત 5 સરપંચો અને પાણી સમિતિમાંથી રકમ બરોબર ઉપાડનાર 1 વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ, આજના કોન્ટ્રાક્ટર સહિત અત્યાર સુધીમાં કુલ 55 કૌભાંડીઓ પકડાઈ ચૂક્યા છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે કૌભાંડીઓ સામે કાર્યવાહી તો થઈ રહી છે, પણ સરકારના નાણાંની વસૂલાત ક્યારે થશે? નળ સે જળની અધૂરી કામગીરી ક્યારે શરૂ થશે? અને મહિસાગરના લોકોને તેમના હકનું પીવાનું પાણી ક્યારે મળશે? આ સવાલ હજુ પણ વણઉકેલ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડનાર અભિનંદને એરફોર્સ છોડી:પ્રાઇવેટ એરલાઇન જોઇન કરી; 2019ની એર સ્ટ્રાઇકમાં PoKમાં પકડાયા હતા, પછી મુક્ત થયા
    Next Article
    મહેસૂલ વિભાગના E-Dhara, iORA, AnyROR પોર્ટલ બંધ:મેન્ટેનન્સના કારણે 2 થી 6 સપ્ટેમ્બર સુધી સેવાઓ પર અસર પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment