Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોબાઇલ ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો:ખુલ્લામાં સૂતેલા મજૂરો અને શાકમાર્કેટમાંથી ફોન ચોરતો, ₹1.20 લાખના 6 મોબાઈલ કબજે

    1 day ago

    વડોદરા શહેરની કપુરાઈ પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની ઝુંબેશ અંતર્ગત નવી બંધાતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ખુલ્લામાં સૂઈ રહેલા મજૂરો તેમજ શાકમાર્કેટ જેવી ભીડભાડવાળી જગ્યાએથી નાગરિકોના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના ચોરીના કુલ 6 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલ ફોનનું બિલ માંગતા ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો પેટ્રોલિંગમાં રહેલી કપુરાઈ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, હરિયાલી હોટેલ પાછળ પરશુરામ ગાર્ડન પાસે એક શખ્સ ચોરીનો મોબાઈલ વેચવાની ફિરાકમાં ઊભો છે. પોલીસે તુરંત દરોડો પાડી આજવા રોડ પર આવેલા અરુણોદય કોમ્પ્લેક્સમાં રહેતા 20 વર્ષીય ગૌતમ ઉર્ફે અંડો સંજયભાઈ માળીને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી લેતા તેના ખિસ્સામાંથી રિયલમી કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો, જેનું બિલ માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. ચોરીની કબૂલાત કરી, પોલીસે 6 મોબાઈલ જપ્ત કર્યા પોલીસની સઘન પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, તે રાત્રિના સમયે બાંધકામ સાઇટ પર ઝૂંપડામાં કે ખુલ્લામાં સૂતેલા મજૂરોના ફોન ચોરી લેતો હતો અને શાકમાર્કેટ તથા રિક્ષાની રાહ જોતા મુસાફરોની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતો હતો. તેણે છેલ્લા દોઢ વર્ષમાં સુંદરમ હાઇવ્યુ સાઇટ, પૂનમ કોમ્પ્લેક્સ સામેની સાઇટ, બાપોદ શાકમાર્કેટ અને વૃંદાવન ચાર રસ્તા પાસેથી આ મોબાઈલ ચોર્યા હોવાનું સ્વીકાર્યું હતું. કપુરાઈ પોલીસે આરોપી પાસેથી કુલ 6 મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની કુલ કિંમત ₹1,20,000 રૂપિયા થાય છે. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું:મંગળ ભવનમાં વઢવાણના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નાગરિકો જોડાયા; એકબીજાને શુભેચ્છા પાઠવી
    Next Article
    અમરેલીની પાંચ બેઠકો પર ભાજપે સ્નેહમિલન યોજ્યાં:2027ની ચૂંટણી પહેલાં કાર્યકરોને સક્રિય થવાના સંકેત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment