Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીની પાંચ બેઠકો પર ભાજપે સ્નેહમિલન યોજ્યાં:2027ની ચૂંટણી પહેલાં કાર્યકરોને સક્રિય થવાના સંકેત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા

    एक दिन पहले

    અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપે નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમો યોજ્યા. કાર્યક્રમોમાં ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા અને દિવાળીની શુભેચ્છા આપી. પ્રદેશ ભાજપે રાજ્યની અલગ-અલગ વિધાનસભા બેઠકોમાં સ્નેહમિલન યોજવા સૂચના આપી હતી. અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમો દ્વારા 2027ની ચૂંટણી પહેલાં કાર્યકરોને સક્રિય થવાના સંકેત અપાયા. અમરેલી વિધાનસભા બેઠકનો કાર્યક્રમ શહેરની વિદ્યાસભામાં યોજાયો હતો. તેમાં રાજ્યના ઊર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા હાજર રહ્યા. અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા. ધારી-બગસરા બેઠકનો કાર્યક્રમ ચલાલ નગરપાલિકા સામે આવેલી શ્યામવાડીમાં યોજાયો હતો. ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા. લાઠી-બાબરા બેઠકનો કાર્યક્રમ લાઠી માર્કેટિંગ યાર્ડમાં યોજાયો હતો. ધારાસભ્ય જનક તળાવિયા, ભાજપના હોદ્દેદારો અને વિવિધ મોરચાના આગેવાનો તેમાં જોડાયા. સાવરકુંડલા-લીલીયા બેઠકનો કાર્યક્રમ સાવરકુંડલાના અટલધારા કાર્યાલયમાં યોજાયો હતો. સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળા હાજર રહ્યા હતા. રાજુલા-જાફરાબાદ-ખાંભા બેઠકનો કાર્યક્રમ જાફરાબાદ તાલુકાના વઢેરા દરિયાકાંઠે આવેલા વરૂડી માતાજીના મંદિરે યોજાયો હતો. ધારાસભ્ય હીરા સોલંકી અને ગુજરાત નિયંત્રણ બજાર સંઘના ચેરમેન જીજ્ઞેશ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    મોબાઇલ ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો:ખુલ્લામાં સૂતેલા મજૂરો અને શાકમાર્કેટમાંથી ફોન ચોરતો, ₹1.20 લાખના 6 મોબાઈલ કબજે
    Next Article
    Bisleri Under Scanner After Carcinogenic Substances Found In Water Sample

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment