Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹12 લાખના વ્યાજે ₹16.37 લાખ ચૂકવ્યા છતાં ₹33 લાખ બાકી:કોન્ટ્રાક્ટરની સાડા દસ વીઘા જમીન પચાવી પાડનાર વ્યાજખોર ઝડપાયો

    13 hours ago

    ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોટી ધરાઈ ગામના મૂળ વતની અને હાલ સુરત ખાતે રહેતા સરકારી કોન્ટ્રાક્ટર સાથે વ્યાજખોરી અને જમીન પચાવી પાડવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને હીરાના કારખાનામાં નાણાંની તાતી જરૂરિયાત ઊભી થતાં તેમણે ભાવનગરના શખ્સ પાસેથી વ્યાજે લીધેલા નાણાં સામે મુદ્દલ કરતાં વધુ રકમ ચૂકવી દેવા છતાં, આરોપીએ પઠાણી વ્યાજની ઉઘરાણી કરી સાડા દસ વીઘા જમીન પડાવી લીધી હતી. આ બનાવ સંદર્ભે વલ્લભીપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. કોરોના કાળમાં વ્યાજ ચડી જતાં ધમકી આપી પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, ફરિયાદી અરવિંદભાઈ મેઘજીભાઈ નાવડીયાએ આરોપી ભૂપત કાનજીભાઈ ડોડીયા (રહે. ભાયાણીની વાડી, બોરતળાવ, ભાવનગર, મૂળ મોટી ધરાઈ) પાસેથી માસિક 3.66 ટકાના ઊંચા વ્યાજ દરે ₹12 લાખ લીધા હતા. તેના બદલામાં સિક્યોરિટી પેટે મોટી ધરાઈ સ્થિત સાડા પાંચ વીઘા જમીનનો દસ્તાવેજ અને અન્ય પાંચ વીઘા જમીનનો સાટાખત કરી આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોરોના મહામારીના સમયગાળામાં નિયમિત વ્યાજ ન ચૂકવાતાં આરોપીએ ફોન કરી "સાત લાખનું પાંચ લાખ વ્યાજ થઈ ગયું છે, હવે સાટાખતવાળી જમીનનો દસ્તાવેજ કરી આપો" તેમ કહી દબાણ શરૂ કર્યું હતું. અરવિંદભાઈએ પોતાનું ખેડૂત ખાતું જળવાઈ રહે તે માટે પાંચ વીઘામાંથી ત્રણ વીઘા જમીન પોતાના નામે રહેવા દેવા વિનંતી કરી હતી, પરંતુ આરોપીએ વલભીપુર બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આખી જમીન પોતાના નામે કરાવી લીધી હતી. ₹16.37 લાખ ચૂકવ્યા છતાં ₹33 લાખનું વ્યાજ બાકી કાઢ્યું ફરિયાદીએ વ્યાજ પેટે કટકે-કટકે ₹16.37 લાખ જેટલી માતબર રકમ ચૂકવી આપી હોવા છતાં વ્યાજખોર ભૂપત ડોડીયાએ વધુ ₹33 લાખનું વ્યાજ બાકી નીકળે છે તેમ કહી જમીન પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સતત મળતી ધમકીઓથી કંટાળીને આખરે અરવિંદભાઈએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 389, 420, 506(2) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા વલ્લભીપુર પોલીસે ગુનો દાખલ થતાં જ છટકું ગોઠવી વ્યાજખોર ભૂપતસંગ ઉર્ફે ભૂપત કાનજીભાઈ ડોડીયાની ધરપકડ કરી હતી. આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી સઘન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતાં અદાલતે તેના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા શખ્સ સામે અગાઉ પણ ભાવનગર શહેરના નીલમબાગ તેમજ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનાહિત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસે આરોપી પાસેથી જમીનના મૂળ દસ્તાવેજો અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    "No Greater Reward": PT Usha's Special Message As Vithya Ramraj Breaks Her 42-Year-Old National Record At Asiad
    Next Article
    રેલવેની ગુજરાતને ભેટ, વેરાવળ-ઓખાથી સીધી હરિદ્વારની બે ટ્રેન શરૂ થશે:2 નવી એસી ટ્રેનને મંજૂરી, સૌરાષ્ટ્રના યાત્રાળુઓ માટે હરિદ્વાર જવું સરળ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment