Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ સાથે રોકાણના નામે ₹12 લાખની ઠગાઈ:18 લાખના રોકાણ સામે ₹32 લાખનો નફો બતાવ્યો, પૈસા ઉપાડવા જતા માત્ર 6 લાખ જ ઉપડ્યા

    6 hours ago

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાથે સાયબર ગઠિયાઓએ રોકાણના નામે 12 લાખની ઠગાઈ કરી છે. વૃદ્ધને ગઠિયાએ એકાઉન્ટ ઇક્વિટી હોલ્ડર કંપનીમાં પાર્ટનર તરીકે ઓળખ આપીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 18 લાખનું રોકાણ કરાવ્યું, જેની સામે 32 લાખ નફો બતાવતા હતા. યુવકને માત્ર 6 લાખ ઉપાડવા દીધા જ્યારે બાકીની રકમ ન ઉપડતા યુવકે સાયબર ઠગાઈની જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ બાદ વૃદ્ધને 32 લાખનો નફો બતાવ્યો ચાંદખેડા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગુજારે છે. વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે ખાનગી કંપનીમાં એકાઉન્ટ ઇક્વિટી હોલ્ડર પાર્ટનર તરીકેની ઓળખ આપી હતી. વૃદ્ધે શરૂઆતમાં તપાસ કરી બાદમાં વિશ્વાસ આવતા અજાણ્યા વ્યક્તિના કહ્યા મુજબ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. વૃદ્ધે એપ્લીકેશનમાં ટુકડે-ટુકડે 18 લાખનું રોકાણ કર્યું હતું, જેમાં રોજ 5થી 6 ટકા નફો બતાવતા હતા. પૈસા ઉપાડવા જતાં 20 લાખનું રોકાણ કરવા કહ્યું વૃદ્ધે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતા માત્ર 6 લાખ રૂપિયા ઉપડ્યા હતા. વૃદ્ધે વધુ પૈસા ઉપાડવા જતા પૈસા ઉપડતા ન્હોતા. વૃદ્ધને પૈસા ઉપાડવા વધુ 20 લાખનું રોકાણ કરવા જણાવ્યું હતું. વૃદ્ધે તપાસ કરતા તેમના સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી, જેથી વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    BRICS ફોટો સેશનમાં જિનપિંગ-પુતિનની વચ્ચે PM મોદી:PMએ કહ્યું- ટેકનોલોજી-મિનરલ્સને હથિયાર બનાવવા ખોટું, તેનાથી દુનિયાના વિકાસ પર અસર પડશે
    Next Article
    અંતે સુરત-નવી મુંબઇ ફ્લાઇટ બંધ કરી:નવી મુંબઇ ફ્લાઇટ ‘હવા’માં જ રહી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment