Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતે સુરત-નવી મુંબઇ ફ્લાઇટ બંધ કરી:નવી મુંબઇ ફ્લાઇટ ‘હવા’માં જ રહી ગઈ

    14 hours ago

    સુરતથી નવી મુંબઈ વચ્ચે 25 ઓક્ટોબરથી શરૂ થનારી એર ઇન્ડિયા એક્સપ્રેસની નવી ફ્લાઇટને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટની બુકિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે મુસાફરોએ અગાઉથી ટિકિટ બુક કરી હતી, તેમને રિફંડ આપવામાં આવશે. આ ફ્લાઇટને લઈને શરૂઆતથી જ વિવાદ રહ્યો હતો. વેપારીઓનું કહેવું હતું કે સુરતને નવી મુંબઈ નહીં, પરંતુ સીધી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (BOM)ની કનેક્ટિવિટી જોઈએ. નવી મુંબઈ એરપોર્ટથી મુંબઈના મુખ્ય વેપારી વિસ્તારો સુધી પહોંચવામાં રોડ માર્ગે વધારાનો સમય અને ખર્ચ લાગે છે. આ ઉપરાંત શરૂઆતમાં આશરે 10 હજાર રૂપિયાથી વધુ ભાડું હોવા અંગે પણ સવાલો ઉઠ્યા હતા. બૂકિંગ 4% સુધી પણ ન મળતા ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. ભાસ્કર ઇનસાઇટ - 2જીએ ભાડું 10 હજાર, 3જીએ 6 હજાર અને 12મીએ ફ્લાઇટ રદ 2 સપ્ટેમ્બર: ફ્લાઇટની જાહેરાત, પરંતુ વેપારીઓએ ઉઠાવ્યા સવાલ : 2 સપ્ટેમ્બરે સામે આવ્યું હતું કે એર ઇન્ડિયા એક્સપ્રેસ 25 ઓક્ટોબરથી સુરત અને નવી મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ કરશે. ફ્લાઇટ સવારે 11:15 વાગ્યે સુરતથી રવાના થઈને 12:10 વાગ્યે નવી મુંબઈ પહોંચવાની હતી. પરત ફરતી વખતે સવારે 5 વાગ્યે નવી મુંબઈથી ફ્લાઇટ અને 5:55 વાગ્યે સુરત પહોંચવાનું શેડ્યૂલ હતું. શરૂઆતનું ભાડું આશરે 9થી 10 હજાર રૂપિયા જણાવવામાં આવ્યું હતું. આ સાથે વેપારીઓએ સીધી મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવાની માંગ ઉઠાવી હતી. 3 સપ્ટેમ્બર: 24 કલાકમાં ભાડામાં ₹4,699નો ઘટાડો 2 સપ્ટેમ્બરે ભાડા અને રૂટને લઈને સવાલો ઉઠ્યા બાદ 3 સપ્ટેમ્બરે ભાડામાં મોટો ફેરફાર સામે આવ્યો. 25 ઓક્ટોબરની ફ્લાઇટનું ભાડું ₹10,700થી ઘટાડીને ₹6,001 કરી દેવામાં આવ્યું. એટલે કે આશરે 44%નો ઘટાડો થયો. ભાસ્કરે મોંઘા ભાડા અને રૂટની ઉપયોગિતાનો મુદ્દો મુખ્યતાથી ઉઠાવ્યો હતો. 12 સપ્ટેમ્બર : હવે બુકિંગ જ બંધ હવે 12 સપ્ટેમ્બરે એર ઇન્ડિયા એક્સપ્રેસે 25 ઓક્ટોબરથી પ્રસ્તાવિત સુરત-નવી મુંબઈ ફ્લાઇટની બુકિંગ બંધ કરી દીધી છે. જે મુસાફરોએ ટિકિટ બુક કરી હતી, તેમને રિફંડ પરત આપવામાં આવશે. એટલે કે ભાડામાં ઘટાડો કરવા છતાં ફ્લાઇટની બુકિંગ આગળ ચાલુ રાખવામાં આવી નથી. નવી મુંબઈની ફ્લાઇટના રૂટને લઈને વેપારીઓનો સતત વાંધો ફ્લાઇટના રૂટને લઈને વેપારીઓનો સતત વાંધો, નવી મુંબઈથી મુંબઈના મુખ્ય વિસ્તારોનું અંતર, રોડ માર્ગે લાગતો વધારાનો સમય અને ખર્ચ તેમજ શરૂઆતનું મોંઘું ભાડું આ સમગ્ર મામલામાં મુખ્ય મુદ્દા રહ્યા હતા. સુરત-મુંબઈ વચ્ચે પહેલેથી જ વંદે ભારત અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો ઉપલબ્ધ છે, તેથી વિમાનના ભાડા અને મુસાફરીના સમયને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. જોકે, એર ઇન્ડિયા એક્સપ્રેસ મેનેજમેન્ટે હજુ સ્પષ્ટ કર્યું નથી કે નવી મુંબઈના બદલે સુરતથી મુંબઈ (BOM) માટે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે કે નહીં. તેથી મુંબઈ કનેક્ટિવિટીને લઈને કોઈ દાવો કરી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધ સાથે રોકાણના નામે ₹12 લાખની ઠગાઈ:18 લાખના રોકાણ સામે ₹32 લાખનો નફો બતાવ્યો, પૈસા ઉપાડવા જતા માત્ર 6 લાખ જ ઉપડ્યા
    Next Article
    ब्लड क्लॉट बनने से पहले शरीर कौन-कौन से वॉर्निंग संकेत देता है? 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment