Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડને મળી ‘મિની અટલ બ્રિજ’ની ભેટ:ઉમરસાડીમાં ₹12 કરોડના ખર્ચે નવનિર્મિત વોક-વેનું લોકાર્પણ, પેડેસ્ટ્રિયન બ્રિજ 126 મીટર લાંબો અને 5.50 મીટર પહોળો

    11 hours ago

    વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતે નવનિર્મિત પેડેસ્ટ્રીયન બ્રિજ (વોક-વે) ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સ્થિત અટલ બ્રિજ જેવી જ અનુભૂતિ કરાવતો હોવાથી પ્રવાસીઓમાં તે 'મિની અટલ બ્રિજ' તરીકે લોકપ્રિય બન્યો છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ લંબાઈ અને પહોળાઈ: આ પેડેસ્ટ્રીયન બ્રિજ 126 મીટર લાંબો અને 5.50 મીટર પહોળો છે. કનેક્ટિવિટી: ઉમરસાડી દેસાઈવાડથી દરિયા કિનારા સુધી પહોંચવા માટે વચ્ચે આવતી ખાડી ઓળંગવા આ વોક-વે આશીર્વાદરૂપ સાબિત થશે. ખર્ચ: બ્રિજ અને રસ્તાના વાઈડનિંગ પાછળ કુલ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રવાસન સર્કિટનો વિકાસ લોકાર્પણ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વલસાડ જિલ્લામાં એક મજબૂત પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે કટિબદ્ધ છે. આ સર્કિટમાં વિલ્સન હિલ, કપરાડા, પારનેરા અને નારગોલ બીચ જેવા પ્રવાસન સ્થળોને સાંકળવામાં આવશે. ઉમરસાડી પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે અને આગામી સમયમાં ફેઝ-2 અંતર્ગત અહીં પાર્કિંગ, ફૂડ સ્ટોલ્સ અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. રોજગારીની નવી તકો પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સ્થાનિક સ્તરે ખાણી-પીણી અને અન્ય વ્યવસાયો દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે. ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ પહેલા જ આ વોક-વે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ બીચ પ્રવાસીઓની સુવિધા માટે સ્થાનિક સાંસદના ફંડમાંથી 25 બાંકડા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાત્રિના સમયે પણ સહેલાણીઓ દરિયા કિનારાની મુલાકાત લઈ શકે તે માટે હાઈમાસ્ટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ ઉમરસાડી બીચને તીથલ બીચની જેમ આધુનિક રીતે ડેવલપ કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026, RCB vs SRH LIVE Cricket Score Online: Philip Salt departs for 8, Royal Challengers Bengaluru 22/1 vs Sunrisers Hyderabad
    Next Article
    રાધનપુરમાં 4 કરોડના ખર્ચે આહીર શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ:વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment