Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સોનું ન ખરીદો’, મોદીની અપીલ બાદ ચાંદી ખરીદવા તૂટી પડ્યા:એક જ દિવસમાં ₹11,620 મોંઘી થઈ, ભાવ અઢી લાખને પાર થયો; આ વર્ષે 37 હજારનો ઉછાળો આવ્યો

    1 day ago

    સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગત કારોબારી દિવસે સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર જ્યાં સોનું સસ્તું થયું હતું, ત્યાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. મંગળવારે પણ સોનું સુસ્ત છે, પરંતુ ચાંદી ધમાલ મચાવી રહી છે. વાસ્તવમાં, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડને લઈને મોટી અપીલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો. એટલું જ નહીં તેમણે માત્ર 24 કલાકની અંદર જ પોતાની આ અપીલને ફરીથી દોહરાવી. ગોલ્ડ ખરીદી ન કરવાની પીએમની અપીલ પછી ગ્રાહકો ચાંદી પર તૂટી પડ્યા અને તેની માંગ વધવાથી Silver Price ઝડપથી ઉછળી ગયો. આજે 12 મેના રોજ સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી 11,620 રૂપિયા વધીને 2,67,820 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે તેની કિંમત 2.56 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,592 રૂપિયા વધીને 1,51,954 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા 11 મેના રોજ તેની કિંમત 1,50,362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ વર્ષે સોનું 18 હજાર અને ચાંદી 37 હજાર મોંઘી થઈ આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 18,755 રૂપિયા અને ચાંદી 37,400 રૂપિયા મોંઘી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.52 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, ચાંદી 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.68 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાનો ઓલટાઇમ હાઇ પણ બનાવ્યો હતો. સોનું મોંઘું થવાના 3 કારણો ચાંદીમાં તેજીના 3 કારણો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો 1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે. અસલી ચાંદીની ઓળખ કરવાના 4 રીત
    Click here to Read More
    Previous Article
    Indian tourist recalls ‘worse, traumatising’ experience at a Southeast Asian airport, says denied entry for not carrying $400 in cash; expert weighs in
    Next Article
    શબરી સ્કૂલ પાછળના મ્યુનિસિપલ કમ્પાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ:10 જેટલા રહેણાંક ઝૂંપડા બળીને ખાખ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment