Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપામાં અધિકારીઓની લાલિયાવાડીનો પર્દાફાશ:₹11.55 કરોડનાં મશીનો માટે ₹17.30 કરોડનું આંધણ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ ચેરમેને ફગાવી

    23 hours ago

    સુરત મહાનગરપાલિકા (SMC) ના વર્કશોપ વિભાગના અધિકારીઓની કામગીરી અને શંકાસ્પદ નિર્ણયક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મનપા જે મશીનરી કાયમી ધોરણે ખરીદે તો અંદાજે ₹11.55 કરોડનો ખર્ચ થાય તેમ છે, તે જ 33 એસ્કેવેટર અને હેવી લોડર મશીનો માત્ર બે વર્ષ માટે ભાડે રાખવા પાછળ અધિકારીઓએ ₹17.30 કરોડ ખર્ચવાની અજીબોગરીબ દરખાસ્ત તૈયાર કરી હતી. એટલે કે, મશીનોની કાયમી ખરીદીના કુલ ખર્ચ કરતાં પણ ₹5.75 કરોડ જેટલી વધુ રકમ માત્ર બે વર્ષના ભાડા પેટે ચૂકવી દેવાની મંજૂરી માંગવામાં આવી હતી. ભાડે રાખવાના નામે સરકારી પૈસાના વેડફાટનો તખ્તો સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન અને વિભાગોમાં ચાલતાં વિકાસ કાર્યો, ખોદકામ તેમજ કચરો કે કાટમાળ હટાવવા જેવી કામગીરી માટે નિયમિતપણે એસ્કેવેટર અને હેવી લોડર જેવાં સાધનોની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે વર્કશોપ વિભાગ દ્વારા 33 મશીનો ભાડે લેવા માટે ₹17.30 કરોડના તોતિંગ અંદાજની મંજૂરી મેળવવા જાહેર બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે, પ્રજાના પૈસાનો આ પ્રકારે ખુલ્લેઆમ વેડફાટ કરવાનો તખ્તો જોઈને જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રાજન પટેલે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સમિતિની બેઠકમાં અધિકારીઓનો લીધો ઉધડો જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મશીનો ભાડે લેવા પાછળ થનારા તોતિંગ ખર્ચની સમીક્ષા કરતાં ચેરમેન રાજન પટેલે વર્કશોપ વિભાગના અધિકારીઓનો આકરો ઉધડો લીધો હતો. તેમણે અધિકારીઓને મશીનો ખરીદવાના અને ભાડે લેવાના વિકલ્પો વચ્ચેના ખર્ચની સરખામણી અંગે આકરા સવાલો કર્યા હતા. સમીક્ષા દરમિયાન સ્પષ્ટ થયું કે જે રકમમાં તમામ મશીનો કાયમી ધોરણે મનપાની માલિકીના થઈ શકે તેમ છે, તેનાથી કરોડો રૂપિયા વધુ માત્ર બે વર્ષના ભાડામાં ચૂકવી દેવા એ આર્થિક દ્રષ્ટિએ બુદ્ધિનું પ્રદર્શન નહોતું પરંતુ મોટો ગોટાળો હતો. ભાડાની દરખાસ્ત રદ કરી કાયમી ખરીદી કરવાનો આદેશ પરિણામે, ચેરમેને મશીનો ભાડે લેવાની વિવાદાસ્પદ દરખાસ્ત તાત્કાલિક અસરથી ફગાવીને પરત મોકલી દીધી હતી. સમિતિએ વર્કશોપ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે મશીનો ભાડે મેળવવાને બદલે ૩૩ નવા એસ્કેવેટર અને હેવી લોડર કાયમી ધોરણે ખરીદવા માટેનો જરૂરી અંદાજ તૈયાર કરીને ફરીથી દરખાસ્ત રજૂ કરવામાં આવે. મનપાના આ કડક નિર્ણયથી ભવિષ્યમાં લાંબા ગાળે પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાના ભાડાના ખર્ચમાંથી મોટી બચત થશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડી:ભરૂચના દયાદરા કન્યા શાળાની 200થી વધુ દીકરીઓને સ્ટીલની ડિશોની ભેટ
    Next Article
    A Snake Was Meant To Hide Husband's Murder, But 1 Flaw Exposed Plot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment