Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડા-આડોડીયાવાસના શખ્સોએ ફ્રોડના નાણાં સગેવગે કર્યા:આરોપી સિદ્ધાંત રાઠોડ ₹11.52 કરોડ અને મહિપત બારૈયા ₹6 લાખ ઉપાડી લીધા, બંને સામે સાયબર પોલીસમાં ગુનો દાખલ

    1 day ago

    દેશના વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડની અરજીઓની તપાસ દરમિયાન ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ એકાઉન્ટ્સની ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરના આડોડીયાવાસ અને કુંભારવાડાના બે શખસોના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તેને રોકડ કે અન્ય માધ્યમથી ઉપાડી સગેવગે કરી દેવામાં આવી હોવાનું સામે આવતાં સાયબર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. સિદ્ધાંત રાઠોડના ₹11.52 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષકુમાર પ્રવિણભાઈ મકવાણાએ આરોપી સિદ્ધાંત સંજયભાઈ રાઠોડ (રહે. તિલકનગર, આડોડીયાવાસ, ભાવનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વાઘાવાડી રોડ સ્થિત DCB બેંકના એકાઉન્ટમાં દેશના અલગ-અલગ રાજ્યોની 4 સાયબર ફ્રોડ અરજીઓના ₹3,39,750 ચાર ટ્રાન્ઝેક્શન મારફતે જમા થયા હતા, જે આરોપીએ ઉપાડી લીધા હતા. બેંક એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તા. 1 ડિસેમ્બર, 2024 થી 4 એપ્રિલ, 2026 દરમિયાન આ ખાતામાં કુલ ₹11,52,72,196 નો મસમોટો આર્થિક વ્યવહાર (જમા અને વિડ્રો) થયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS એક્ટની કલમ 317(2) મુજબ ગુનો દાખલ કરાયો છે. મહિપત બારૈયાએ કર્ણાટકના ફ્રોડના ₹6 લાખ ઉપાડી લીધા PSI ડી.એમ. ગોહિલે આરોપી મહિપત દિનેશભાઈ બારૈયા (રહે. રામદેવનગર શેરી નં-2, કુંભારવાડા, ભાવનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. હિલડ્રાઈવ સ્થિત ઈન્ડસઈન્ડ બેંકના એકાઉન્ટ તપાસતાં કર્ણાટક રાજ્યના હાવેરી જિલ્લાના રાનેબેનુર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સાયબર ફ્રોડની અરજીના ₹6 લાખ ઓનલાઈન ટ્રાન્સફર થયા હતા. આરોપીએ આ ₹6 લાખ તે જ દિવસે ATM, ચેક અને અન્ય માધ્યમોથી વિડ્રો તેમજ ટ્રાન્સફર કરીને ઉપાડી લીધા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ BNS એક્ટની કલમ 317(2) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાના બે મહત્તવના નિર્ણય:મેદાન વગરની 70 સ્કૂલમાં ધાબા પર ધ્વજવંદન પર રોક, સીધી ભરતીમાં માજી સૈનિકોને મળશે અનામત
    Next Article
    Will Earth Lose Gravity For 7 Seconds Today? NASA Debunks Bizarre Theory

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment