Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠવડાળામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પકડાયા:પોલીસે ₹11,500 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા, બેની ધરપકડ

    10 hours ago

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં પોલીસે જુગાર રમતા ત્રણ શખ્સોને પકડ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ગામમાં ગોકુલ મિનરલ વોટરની દુકાન પાછળ આવેલા એક મકાનના ઓટા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હતો. પોલીસે દરોડો પાડતા મગનભાઈ ધનજીભાઈ લીંબડ (ઉંમર 54), યોગેશભાઈ ભુપતભાઈ વિસાણી (ઉંમર 35) અને શાંતિલાલભાઈ પોપટભાઈ દવે (ઉંમર 65) જુગાર રમતા મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹11,500 રોકડા અને ગંજીપત્તાના 52 પાના કબજે કર્યા હતા. આ મામલે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, જ્યારે 65 વર્ષના વરિષ્ઠ નાગરિકને કાયદા મુજબ નોટિસ આપી છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હરીપર ગામે સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ-સફાઈ, વૃક્ષારોપણ:GLPC ના સંયુક્ત એમ.ડી. કલ્પેશ ઉનડકરની હાજરીમાં કાપડની બેગનું વિતરણ કરાયું
    Next Article
    શેરી ગરબામાં ખેલૈયાઓએ મન મૂકી રાસની રમઝટ બોલાવી:બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ અવનવાં સ્ટેપ સાથે ગરબે ઘૂમી, પરંપરાગત અર્વાચીન ગરબામાં અનેરો ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment