Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરી ગરબામાં ખેલૈયાઓએ મન મૂકી રાસની રમઝટ બોલાવી:બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ અવનવાં સ્ટેપ સાથે ગરબે ઘૂમી, પરંપરાગત અર્વાચીન ગરબામાં અનેરો ઉત્સાહ

    11 hours ago

    આદ્યશક્તિ માં જગદંબાના નવલાં નોરતાંનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવી રહ્યા છે. જેમાં સુભાષનગરમાં આવેલ ભોળાનાથ સોસાયટી મિત્ર મંડળ તથા કાળાનાળા વિસ્તારમાં આવેલ દાદાસાહેબ પાસે ખોડીયાર યુવક મંડળ દ્વારા બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, શેરી ગરબામાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ આઠમાં નોરતે શહેરના શેરી ગરબામાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મન મૂકી રાસની રમઝટ બોલાવી હતી. સોસાયટીઓ, શેરીઓમાં નાના-મોટા આયોજનોમાંએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સોસાયટીઓ સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે, બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવાં સ્ટેપ સાથે ગરબે ઘૂમી શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ભોળાનાથ સોસાયટી ખાતે ભોળાનાથ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા જુના બંદર રોડ પર આવેલા મોતી તળાવ મેલડી માતાજીના મંદિર ખાતે નવરાત્રિ નિમિતે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ એ ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવાં સ્ટેપ રમ્યા હતા. મંડળના સભ્યોએ સારી જહેમત ઉઠાવીને આ આયોજનને સફળ બનાવ્યું હતું. આમ, શહેરમાં આવેલ શેરી ગરબાઓનું ખાસુ મહત્વ વધ્યું છે જેને કારણે પરંપરાગત નવરાત્રિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. તબલા-મંજીરાના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા દાદાસાહેબ પાસે ખોડીયાર યુવક મંડળ, બારસો મહાદેવ વાડી ભાવનગર દ્વારા છેલ્લા 70 વર્ષથી પરંપરાગત અર્વાચીન ગરબા મહોત્સવમાં બહેનો ગરબે ઘૂમી હતી, ખાસ તો મંડળ દ્વારા ગરબા મુખેથી ગાઈને જુનવાણી તબલા-મંજીરા થી ગરબા યોજવામાં આવે છે, જેમાં આજુબાજુ શેરીઓની બેહનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    શેઠવડાળામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પકડાયા:પોલીસે ₹11,500 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા, બેની ધરપકડ
    Next Article
    હિંમતનગરના ભોલેશ્વરમાં રોડ પર ગટરનું પાણી ભરાયું:ખાડિયા વિસ્તારમાં અવરજવર મુશ્કેલ બની, પાલિકાએ સફાઈ કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment