Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતીઓમાં લક્ઝુરિયસ કારનો ક્રેઝ, બે મહિનામાં ₹1143 કરોડના વાહનો ખરીદ્યા:₹37 કરોડની ટોપ-50 કારનું વેચાણ; ₹3.39 કરોડની રેન્જ રોવર અને ₹1.89 કરોડની પોર્શ ઇલેક્ટ્રિક સૌથી મોંઘી

    11 hours ago

    ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરતમાં ગણેશ ચતુર્થીથી લઈને દિવાળી સુધીના તહેવારોના સમયગાળામાં ઓટોમોબાઇલ માર્કેટમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. સુરતીલાલાઓએ આ તહેવારોમાં વાહનોની ધૂમ ખરીદી કરી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. સુરત આરટીઓ કચેરીના આંકડા મુજબ માત્ર બે મહિનામાં કુલ 42 હજાર જેટલા વાહનો રજિસ્ટર થયા છે, જેમાં ખાસ કરીને મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ખરીદવામાં સુરતના ઉદ્યોગપતિઓએ કોઈ કસર છોડી નથી. ₹1,143 કરોડથી વધુના કુલ 42,337 વાહનોનું રજિસ્ટ્રેશન સુરત આરટીઓ કચેરીના સત્તાવાર ડેટા અનુસાર, તહેવારોની સિઝનમાં શહેરમાં કુલ 42,337 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. સુરતીઓએ ખરીદેલા આ તમામ વાહનોનું કુલ વેચાણ કિંમત ₹1,143.41 કરોડ જેટલું અધધ નોંધાયું છે, જે સુરતના મજબૂત અર્થતંત્ર અને લોકોની જબરદસ્ત ખરીદશક્તિની સાક્ષી પૂરે છે. સુરત RTOને ₹68 કરોડથી વધુ ટેક્સની આવક વાહનોના બમ્પર વેચાણના લીધે રાજ્ય સરકારની તિજોરીમાં પણ જંગી આવક જમા થઈ છે. સુરત આરટીઓ કચેરીને આ સમયગાળા દરમિયાન નોંધાયેલા વાહનો થકી કુલ ₹68.60 કરોડ જેટલો વાહન વેરો પ્રાપ્ત થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ટેક્સ કલેક્શનમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ટોપ-50 લક્ઝુરી કાર પાછળ સુરતીઓએ ₹36 કરોડ ખર્ચ્યા આરટીઓ કચેરીના સત્તાવાર ડેટા અનુસાર, તહેવારોમાં સુરતમાં રજિસ્ટર થયેલી ટોપ-50 સૌથી મોંઘી પ્રીમિયમ કારની કુલ કિંમત ₹36.85 કરોડ (એક્સ-શોરૂમ કિંમત) કરતાં પણ વધુ નોંધાઈ છે. શહેરમાં 78 જેટલી હાઈ-એન્ડ લક્ઝરી કારનું રજિસ્ટ્રેશન થયું છે, જેની કુલ કિંમત ₹48.23 કરોડને આંબી જાય છે. સુરતમાં પ્રીમિયમ લક્ઝરી સેગમેન્ટમાં થયેલો આ ખર્ચ શહેરીજનોની આર્થિક ક્ષમતા અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ દર્શાવે છે. ₹3.39 કરોડની રેન્જ રોવર લિસ્ટમાં સૌથી મોંઘી કાર સુરત આરટીઓમાં નોંધાયેલી ગાડીઓમાં સૌથી મોંઘી કાર જગુઆર લેન્ડ રોવરની 'રેન્જ રોવર 3.0P LWB ઓટોબાયોગ્રાફી' રહી છે. જેનું સેલ અમાઉન્ટ ₹1,89,28,580 (અંદાજે ₹1.89 કરોડ) નોંધાઈ છે. રોડ ટેક્સ અને અન્ય ખર્ચ સાથે ઓન-રોડ આ ગાડી ₹3.39 કરોડે પહોંચે છે. આ મોંઘીદાટ ગાડી સુરતના એક ટોચના ઉદ્યોગપતિ દ્વારા ખરીદવામાં આવી છે. ₹1.89 કરોડની પોર્શ મેકન ટર્બો ઇલેક્ટ્રિક સાથે EVમાં મોટો ધડાકો લિસ્ટમાં બીજા ક્રમે જર્મન સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની પોર્શની 'મેકન ટર્બો ઇલેક્ટ્રિક' કાર રહી છે, જેની વેચાણ કિંમત અંદાજે ₹1.89 કરોડ નોંધાઇ છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સુપર સ્પીડ પર્ફોર્મન્સના શોખીન સુરતી અમીરો હવે મોંઘીદાટ ઈલેક્ટ્રિક કાર તરફ વળ્યા છે, જેમાં પોર્શ ઉપરાંત ₹98.67 લાખની એમજી સાયબરસ્ટર (MG Cyberster) અને ₹90.19 લાખની M9 લિમોઝિન પણ ખરીદવામાં આવી છે. મર્સિડીઝ અને BMW વચ્ચે કાંટે કી ટક્કર, 50માંથી 36 ગાડીઓ આ બે બ્રાન્ડની સુરતના ધનિકોની પહેલી પસંદગી હંમેશાં મર્સિડીઝ અને બીએમડબલ્યુ રહી છે. ટોપ-50 લક્ઝુરિયસ કારના ડેટામાં મર્સિડીઝ બેન્ઝની 20 ગાડીઓ (જેમાં GLS, GLE અને GLA મોડલ્સ સામેલ છે) અને BMWની 16 ગાડીઓ (જેમાં X7, X5, M2 અને iX1 સામેલ છે) રજિસ્ટર થઈ છે. આમ, ટોપ-50માંથી 72 ટકાથી વધુ હિસ્સો એકલા આ બે જર્મન કાર બ્રાન્ડનો રહ્યો છે. 33 હજાર ટૂ-વ્હીલર અને 6,500 ફોર-વ્હીલર સહિત કુલ 42 હજાર વાહનો સુરત આરટીઓ અધિકારી એચ. એમ. પટેલે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીથી દિવાળી સુધીના પર્વ દરમિયાન શહેરમાં સામાન્યથી માંડીને પ્રીમિયમ તમામ કેટેગરીમાં બમ્પર ખરીદી રહી છે. આ સમયગાળામાં અંદાજે 33,000 જેટલા ટૂ-વ્હીલર્સ અને ટ્રાન્સપોર્ટ-નોન ટ્રાન્સપોર્ટ મળીને કુલ 6,500 જેટલી ફોર-વ્હીલર કાર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ મોટો ગ્રોથ દર્શાવે છે. ગ્રીન મોબિલિટીનો ટ્રેન્ડ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કાર્સનું જોરદાર ચલણ લક્ઝુરી કાર માર્કેટમાં પણ હવે ગ્રીન ટેક્નોલોજીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ટોપ-50 ગાડીઓમાં 19 વાહનો હાઇબ્રિડ ટેક્નોલોજીવાળા (ડીઝલ/પેટ્રોલ હાઇબ્રિડ) અને 13 જેટલા વાહનો પ્યોર ઇલેક્ટ્રિક (Pure EV) છે. પૂરના ઇન્સ્યોરન્સ ક્લેમ સમયસર સેટલ થતાં બજારને મોટો બૂસ્ટ મળ્યો વાહનોના વેચાણમાં આટલા મોટા ઉછાળા પાછળનું એક સૌથી મહત્ત્વનું કારણ આપતાં આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, સુરતમાં તાજેતરમાં આવેલા પૂર દરમિયાન સેંકડો વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. રાજ્ય સરકારની સૂચના મુજબ સુરત આરટીઓ તંત્ર દ્વારા વીમા કંપનીઓ સાથે સતત બેઠકો અને સંકલન સાધીને વાહનમાલિકોના વીમા ક્લેમ યુદ્ધના ધોરણે સેટલ કરાવવામાં આવ્યા હતા. લોકોને ક્લેમના નાણાં તહેવારો પહેલાં જ મળી જતાં તેમણે તાત્કાલિક નવી ગાડીઓ બુક કરાવી લીધી હતી. દિવાળી-ધનતેરસે સુરતનું અર્થતંત્ર ધમધમ્યું આરટીઓ કચેરીના આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરે છે કે, સુરત શહેરનું સ્થાનિક અર્થતંત્ર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. વૈશ્વિક મંદીની વાતો વચ્ચે પણ ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ પોતાની સફળતા અને વૈભવની ઉજવણી લક્ઝુરિયસ ગાડીઓ ખરીદીને કરી છે. આ વેચાણથી રાજ્ય સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની રોડ ટેક્સની આવક પણ જમા થઈ છે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ મહાસાગરના ભારતીય વિસ્તારમાં ઓક્સિજનનું સ્તર વધ્યું:છેલ્લા 30 વર્ષથી થઈ રહેલો ફેરફાર, સમુદ્રી વનસ્પતિઓ અને જીવો માટે ફાયદાકારક
    Next Article
    Bigg Boss Bangla 3: Nandini Dutta Issues Apology After Being Evicted Over Slapping Rajveer Dey

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment