Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલજીત એ શોની આવકમાંથી ₹114 કરોડ ટેક્સ ચૂકવ્યો:દિલ લ્યુમિનાટી ટૂર એ ₹943 કરોડ કમાવ્યા; 3.2 લાખ લોકો પહોંચ્યા, સિંગરે આભાર માન્યો

    1 week ago

    પંજાબી સુપરસ્ટાર, સિંગર દિલજીત દોસાંઝના દિલ લ્યુમિનાટી ઇન્ડિયા ટૂર 2024એ પંજાબી મ્યુઝિકના ઇતિહાસમાં કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. દિલ-લ્યુમિનાટી ટૂરે 943 કરોડ રૂપિયા કમાવ્યા. તેનો ખુલાસો માર્ચ 2026માં આવેલા સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ ટૂરથી 114 કરોડ રૂપિયા ટેક્સ મળ્યો, જ્યારે 1.2 લાખ લોકોને રોજગાર મળ્યો છે. દિલજીત દોસાંઝના દિલ લ્યુમિનાટી ઇન્ડિયા ટૂર 2024એ દેશની અર્થવ્યવસ્થાને પણ નવી ઊંચાઈ આપી. અર્ન્સ્ટ એન્ડ યંગ (EY)ના તાજેતરના સોશિયો ઇકોનોમિક રિપોર્ટ અનુસાર, 13 શહેરોમાં 14 શો ધરાવતી આ ટૂરે કુલ 943 કરોડનું રેવન્યુ જનરેટ કર્યું. આનાથી 114 કરોડ ટેક્સના રૂપમાં આવ્યા. આ આંકડો ભારતીય કલાકારના લાઇવ ટૂરનો નવો બેન્ચમાર્ક છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ટૂર દરમિયાન 3.2 લાખથી વધુ દર્શકોએ શો જોયા. દિલ્હીનો શો તો રેકોર્ડ 55 હજાર દર્શકો સાથે દેશનો સૌથી મોટો શો બન્યો. EY રિપોર્ટ અનુસાર, ટિકિટ વેચાણ અને સ્પોન્સરશિપથી 276 કરોડની સીધી આવક થઈ, જ્યારે હોટેલ, ટ્રાવેલ, ખાણી-પીણી, શોપિંગ અને લોકલ સર્વિસિસમાં ચાહકોના ખર્ચથી 553 કરોડ રૂપિયા આવ્યા. ટેક્સમાં 111 કરોડ GST અને બાકીની લોકલ પરમિશન ફી સામેલ છે. સવા લાખ દૈનિક રોજગારી સૌથી રસપ્રદ વાત એ છે કે આ ટૂરે 1.18 લાખ મેન ડે રોજગાર આપ્યો છે. લોજિસ્ટિક્સ, સિક્યોરિટી, સ્ટેજ પ્રોડક્શન, ટેકનિશિયન અને લોકલ વેન્ડર્સ સહિત હજારો લોકોને સીધો રોજગાર મળ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી 49% દર્શકો આવ્યા, જ્યારે 38% ચાહકો અન્ય શહેરોમાંથી ટ્રાવેલ કરીને શોમાં સામેલ થયા અને ઘણાએ પોતાની ટ્રિપ 2-5 દિવસ વધારી દીધી, જેનાથી ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરને મોટો બૂસ્ટ મળ્યો. ‘અમે મળીને કંઈક ઐતિહાસિક કર્યું છે’ દિલજીતે ટૂરની સફળતા પર ચાહકો અને ટીમનો આભાર માનતા કહ્યું કે અમે મળીને કંઈક ઐતિહાસિક કર્યું છે. પંજાબી મૂળને વૈશ્વિક અપીલ સાથે જોડનારા દિલજીતે સાબિત કરી દીધું કે સ્થાનિક કલાકારો હવે મોટા પાયે સાંસ્કૃતિક અને આર્થિક ગતિ પેદા કરી શકે છે. આ ટૂરે ભારતીય લાઇવ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપી છે. EYના રિપોર્ટમાં જણાવાયું છે કે મોટા લાઇવ ઇવેન્ટ્સ હવે માત્ર મનોરંજન નથી, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને શક્તિ આપે છે. આ સફળતા માત્ર દિલજીતની નથી, પરંતુ સમગ્ર ભારતની લાઇવ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની જીત છે. આવનારા સમયમાં વધુ મોટા ટૂરની આશા જાગી રહી છે.
    Click here to Read More
    Previous Article
     OPPO launches Find N6 foldable with creaseless and AI-powered productivity tools
    Next Article
    રાજસ્થાનમાં નેશનલ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટતા આગ લાગી:રસ્તા પર 200 મીટર સુધી આગ ફેલાઈ; એક વ્યક્તિ જીવતો સળગી ગયો, બીજો માંડમાંડ બચ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment