Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશ મોકલવાના નામે અરવલ્લીના યુવક સાથે ₹1.10 લાખની છેતરપિંડી:દુબઈમાં વર્ક પરમિટ અને નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાં, 2 વિઝા એજન્ટ સામે ફરિયાદ

    7 hours ago

    વડોદરામાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરતા બે વિઝા એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લીના બાયડ તાલુકાના ચોઘલા ગામના ખેડૂત યુવક મીતકુમાર પટેલને દુબઈમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી વડોદરાના બે શખ્સે કુલ રૂ. 1.10 લાખ પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ પણ વિઝા કે મેડિકલ ન કરાવી છેતરપિંડી આચરવામાં આવતાં યુવકે ફરિયાદ નોંધાવી છે. ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો 2025માં યુવકનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે વડોદરાના વાસણા રોડ સ્થિત 'સ્કાયબ્લીઝ ગ્રુપ'ના સંચાલક રાહુલ પ્રવિણભાઈ રાજપૂત સાથે થયો હતો. ગત 26 નવેમ્બર, 2025ના રોજ આર.કે. પ્લાઝા સ્થિત ઓફિસે મુલાકાત દરમિયાન દુબઈની નોકરી માટે રૂ. 1,30,000નો ખર્ચ થશે તેમ કહીને ઓનલાઇન માધ્યમથી તબક્કાવાર પૂરેપૂરી રકમ મેળવી લેવામાં આવી હતી. ભાગીદારોની ગેરકાયદે માગણી અને ધમકી તમામ નાણાં ચૂકવી દીધા બાદ આરોપીના ભાગીદાર અક્ષય રજનીકાંત પટેલે (રહે. પોર જીઆઈડીસી, વડોદરા) પૂરતું પેમેન્ટ નથી મળ્યું તેમ કહી મેડિકલ કે ટિકિટ કરાવવાની ના પાડી દીધી હતી. તેણે યુવક પાસે ગેરકાયદે રીતે વધુ રૂ. 38,500ની માગણી કરી હતી અને રૂપિયા ન આપે તો પાસપોર્ટ પરત ન આપવાની ધમકી આપી હતી. સામા પક્ષે રાહુલ રાજપૂતે પાર્ટનરને નાણાં આપી દીધાનું કહી હાથ ઊંચા કરી લીધા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેતરપિંડીનો જાણ થતાં યુવકે નાણાં પરત માગ્યા હતા. આરોપી રાહુલે માત્ર રૂ. 20,000 પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂ. 1,10,000 પરત આપ્યા નહોતા. બંને આરોપીએ વિઝા કે મેડિકલ કરાવ્યા વિના કુલ રૂ. 1.10 લાખની ઠગાઈ આચરતા યુવકે બંને વિઝા એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર યોગા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી:યોગ દ્વારા સ્વસ્થ જીવન અને દેશભક્તિનો સંદેશ અપાયો
    Next Article
    ‘In gloomy 2013, I was spellbound by these characters’: Tracking down the 20-year-olds of a 1967 India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment