Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ: માજી સરપંચના પતિએ ₹10.52 લાખની લોન હડપી:નકલી સિક્કા-સહીથી છેતરપિંડી, ગ્રામ પંચાયત સભ્યની ધરપકડ

    10 hours ago

    વલસાડ જિલ્લામાં સરકારી દસ્તાવેજોની ખોટી બનાવટ કરી બેન્કને છેતરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મગોદ ગામના માજી સરપંચના પતિ અને હાલના ગ્રામ પંચાયત સભ્ય દીપેશ પટેલે પંચાયતના નકલી સિક્કા અને ખોટી સહીના આધારે ₹10.52 લાખની લોન મેળવી હતી. વલસાડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં માજી સરપંચ સંધ્યાબેન પટેલ (ટર્મ 2017–2023) અને તેમના પતિ દીપેશ પટેલની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. દીપેશ પટેલ હાલમાં મગોદ ગ્રામ પંચાયતના સભ્ય પણ છે. તપાસ મુજબ, આરોપી દીપેશ પટેલે પોતાના સસરાના નામે રહેલું મકાન (ઘર નં. 587) ખોટી રીતે પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કરી તેના દસ્તાવેજો બનાવ્યા હતા. લોન મેળવવા માટે, આરોપીએ સુયોજિત રીતે નકલી પુરાવા તૈયાર કર્યા હતા. તેણે પંચાયતના તલાટી-કમ-મંત્રીના નામે ખોટા રબર સ્ટેમ્પ બનાવ્યા, તલાટી અને વર્તમાન સરપંચની ખોટી સહીઓ કરી, તેમજ વેરા રસીદ અને રહેઠાણના બોગસ દાખલા બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે, દીપેશ પટેલે વાપી સ્થિત 'યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક'માંથી ₹10,52,000ની લોન મેળવી હતી. મગોદના તલાટી-કમ-મંત્રી ચિરાગ પંડ્યાને આ દસ્તાવેજો અંગે શંકા જતાં તેમણે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પંચાયત દ્વારા આવા કોઈ દસ્તાવેજ જારી કરવામાં આવ્યા નહોતા. આ ખુલાસા બાદ, તાલુકા વિકાસ અધિકારીની સૂચનાથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 465, 467, 468, 471 અને 114 હેઠળ ગુનો નોંધી દીપેશ પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ કૌભાંડમાં બેન્કના કોઈ કર્મચારી અથવા પંચાયતના અન્ય સભ્યોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરી 2027ની તૈયારીઓ શરૂ:ચાર્જ અધિકારીઓ અને ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ અપાઈ
    Next Article
    Late Night Meet With PM Modi: Inside Story On Excise Duty Cut On Fuel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment