Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં માત્ર ₹1નું ઈ-ચલણ ભરવું યુવકને પડ્યું ભારે:‘ઈ-ચલણ વાહન’ APK ફાઈલ ઓપન કરતા જ મોબાઈલ હેક, બેંક એકાઉન્ટમાંથી ₹2.33 લાખ ઉપડી ગયા

    6 hours ago

    ભાવનગર શહેરના ગીતાચોક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના મોબાઈલમાં અજાણ્યા શખ્સે વ્હોટ્સએપ અને SMS દ્વારા ‘ઈ-ચલણ વાહન’ નામની APK ફાઈલ મોકલી હતી. આ ફાઈલ ઓપન કરતાની સાથે જ ગઠિયાએ મોબાઈલનો એક્સેસ મેળવી તેમના બેંક ખાતામાંથી ચાર અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફત ₹2.33 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. આ અંગે ભોગ બનનાર યુવકે ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે. કાર પર ₹1નું ચલણ બાકી બતાવ્યું અને ગૂગલ-પેથી પેમેન્ટ કરાવ્યા બાદ મોબાઈલ હેક કર્યો ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ભાવનગરના ગીતાચોક સ્થિત જવાહર કોલોનીના ધર્મનાથ ફ્લેટમાં રહેતા અને દવાની એજન્સીમાં નોકરી કરતા 46 વર્ષીય રાકેશભાઈ બળવંતભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 17 નવેમ્બર, 2026ના રોજ સાંજે અજાણ્યા શખ્સે તેમના મોબાઈલ પર ‘ઈ-ચલણ વાહન’ નામે ટેક્સ્ટ મેસેજ અને વ્હોટ્સએપ પર APK ફાઈલની લિંક મોકલી હતી. રાકેશભાઈએ આ લિંક ખોલતા તેમની કાર (નં. GJ-01-KC-9294) પર ₹1નું ચલણ બાકી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેથી તેમણે ગૂગલ-પે દ્વારા ₹1નું ચલણ ભર્યું હતું. ત્યારબાદ રાત્રે તેમણે SMSમાં આવેલી લિંક પણ ઓપન કરી હતી. બેંક ઓફ બરોડાના ખાતામાંથી ₹2,33,475 ઉપડી ગયા લિંક ઓપન કર્યા બાદ તા. 18 નવેમ્બર, 2026ની રાત્રિના સમયે અજાણ્યા શખ્સે તેમના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો અને તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી અલગ-અલગ ચાર ટ્રાન્ઝેક્શન કરીને કુલ ₹2,33,475.35 ઉપાડી લઈ સાયબર ફ્રોડ આચર્યો હતો. આ બનાવ સંદર્ભે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS એક્ટની કલમ 318(2), 319(2) તેમજ આઈટી એક્ટની કલમ 43(A), 43(F), 66(c) અને 66(d) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ખાખી પર ખૂની હુમલો:ડ્રગ્સની રેડ પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક ટીમ પર અસામાજિક તત્વો તૂટી પડ્યા; પોલીસકર્મી લોહીલુહાણ, LCBનું કોમ્બિંગ
    Next Article
    Nayanthara, Rashmika, Vijay Deverakonda Among Guests At Anirudh Ravichander-Kavya Maran's Chennai Wedding Reception

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment