Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્સિસ બેંકના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી:ક્રેડિટ કાર્ડના રીફંડ-લિમિટ વધારવાની લાલચ આપી ₹ 1.94 લાખ પડાવી લીધા, મહેસાણા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

    9 hours ago

    મહેસાણા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઓનલાઈન સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. GIDC સ્થિત અન્વીતા એપાર્ટમેન્ટમાં રહેતા અને મહેસાણા GEB ટેકનિકલ વિભાગમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા પ્રકાશકુમાર ભાઈલાલભાઈ પટેલ સાથે અજાણ્યા ઠગબાજોએ ક્રેડિટ કાર્ડના રીફંડ તથા કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી ₹ 1,94,921ની ઓનલાઈન છેતરપિંડી આચરી છે. એક્સિસ બેંકમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી ફરિયાદી પ્રકાશકુમાર મહેસાણાની રાધનપુર રોડ શાખાની એક્સિસ બેંકમાં ખાતું અને ક્રેડિટ કાર્ડ ધરાવે છે. 7 ઓક્ટોબર 2026ના રોજ બપોરના સમયે તેમના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ એક્સિસ બેંકમાંથી નેહાસિંહ તરીકે આપી હતી અને ક્રેડિટ કાર્ડમાં લાગેલ વધારાનો ચાર્જ રીફંડ આપવાની લાલચ આપી OTP મેળવી લીધો હતો. ત્યારબાદ 8 ઓક્ટોબર અને 10 ઓક્ટોબરના રોજ પણ અલગ-અલગ નંબરો પરથી ફોન કરી નેહાસિંહ તથા હરીસિંહ નામના વ્યક્તિઓએ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા તેમજ રીફંડની પ્રોસેસ ચાલુ હોવાનું કહી ફરિયાદીનો વિશ્વાસ કેળવી વારંવાર OTP મેળવી લીધા હતા. 1.94 લાખ ડેબિટ થઈ ગયા હતા 12 ઓક્ટોબરના રોજ ફરિયાદીએ એક્સિસ બેંકની મોબાઈલ એપ્લિકેશનમાં ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચેક કરતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ તારીખોમાં ₹ 90 હજાર, ₹ 599, ₹ 92,961 અને ₹ 11, 361 મળીને ₹ 1,94,921.70 ડેબિટ થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ નોંધાવી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ઓનલાઈન ઈ-FIR નોંધાવી હતી. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે બેંકના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનાર મોબાઈલ નંબર 9665866851, 7800315370 અને 7440617883ના ધારકો તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવાઝ શરીફ-બેનઝીર ભુટ્ટો પછી હવે ઇમરાન ખાનનો વારો:જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન દેશ છોડવા મજબૂર, વિપક્ષી નેતાનો દાવો
    Next Article
    વલસાડમાં 7 વર્ષમાં 4023 આવાસ મંજૂર, 3635નું કામ પૂર્ણ:સંકલન સમિતિની બેઠકમાં પાણી, દબાણ અને અધૂરા વિકાસકાર્યોના પ્રશ્નો રજૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment