Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 7 વર્ષમાં 4023 આવાસ મંજૂર, 3635નું કામ પૂર્ણ:સંકલન સમિતિની બેઠકમાં પાણી, દબાણ અને અધૂરા વિકાસકાર્યોના પ્રશ્નો રજૂ કરાયા

    9 hours ago

    વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ પણ હાજર રહ્યા. ધારાસભ્યોએ પીવાના પાણી, આવાસ, રસ્તા પરના દબાણો અને અધૂરા વિકાસકાર્યો પૂર્ણ કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષમાં પ્રધાનમંત્રી, હળપતિ અને બોર્ડર વિલેજ આવાસ યોજના હેઠળ 4023 આવાસ મંજૂર થયા. તેમાંથી 3635 આવાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે 54 આદિજાતિ ગામોમાં વાસ્મો યોજનાઓની સ્થિતિ અંગે રજૂઆત કરી. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના અધિકારીએ બંધ પડેલી યોજનાઓ તાત્કાલિક શરૂ કરી પાણી પૂરું પાડવાની ખાતરી આપી. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે દબાણો હટાવવા રજૂઆત કરી. વાઘલધરા પાણી યોજના ડિસેમ્બર-2026 સુધીમાં પૂર્ણ થશે. બામટીમાં સાંસ્કૃતિક ભવનનું કામ દિવાળી પહેલાં શરૂ કરાશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    એક્સિસ બેંકના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી:ક્રેડિટ કાર્ડના રીફંડ-લિમિટ વધારવાની લાલચ આપી ₹ 1.94 લાખ પડાવી લીધા, મહેસાણા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    India vs West Indies LIVE Score, 5th T20I: Rain Threat Looms Over India vs West Indies Decider In Bengaluru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment