Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામના બે બૂટલેગર મોપેડ પર દારૂ-બિયર વેચતા ઝડપાયા:માલ સપ્લાય કરનાર બુટલેગર ફરાર, બે સ્કૂટર, મોબાઈલ અને રોકડ સહિત ₹ 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા ગામથી દહેગામ જીઆઈડીસી તરફ જતા રોડ પર નાગણેશ્વરી ફાર્મ પાસેના કટ નજીક ખુલ્લેઆમ ધમધમતા વિદેશી દારૂના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં બે જ્યુપીટર સ્કૂટર, મોબાઈલ, રોકડ અને દારૂ-બિયર મળી 1.03 લાખથી વધુનો મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી ડભોડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. ખુલ્લેઆમ દારૂ વેચાણની બાતમી મળી હતી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.જે. રાઠોડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રામ સોલંકી (રહે. સોલંકીપુરા તળાવ પાસે, દહેગામ) અને મયુરસિંહ પરમાર (રહે. શિયાવાળા,દહેગામ) નામના બે શખ્સો વડોદરા ગામથી દહેગામ જીઆઈડીસી તરફ જતા રોડ પર નાગણેશ્વરી ફાર્મ પાસેના કટ નજીક બે અલગ અલગ ટુવ્હીલર પર બેસીને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. દારૂનું વેચાણ કરતા બેને પોલીસે દબોચ્યા જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બંને શખ્સોને રંગેહાથ ઝડપી લઇ લીધા હતા. બાદમાં રામ સોલંકીના ટીવીએસ જ્યુપીટર સ્કૂટરની તપાસ કરતા થેલા અને ડેકીમાંથી 60 બોટલો મળી આવી હતી. જ્યારે મયુરસિંહ પરમારના જ્યુપીટર સ્કૂટરમાંથી બિયર અને વોડકાની 40 બોટલો મળી આવી હતી. જે અંગે કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ કબૂલાત કરી હતી કે આ મુદ્દામાલ તેમને દહેગામની લીંબચમાતાની ફળીમાં રહેતા સુરદીપસિંહ ઉર્ફે સુરભા ભાવેશસિંહ ઝાલાએ આપ્યો હતો અને તેઓ આ જગ્યાએ છૂટક વેચાણ કરતા હતા. વહીવટદારની કલોલ ખાતે બદલી જેના પગલે પોલીસે 34 હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો, બે જ્યુપીટર, મોબાઇલ તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.1 લાખ 3 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સુરભા ઝાલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છેકે દહેગામ પંથક છેલ્લા કેટલાક સમયથી દેશી અને વિદેશી દારૂની વકરેલી બદીને કારણે ભારે વગોવાઈ ગયુ છે. એક કેસમાં પોલીસ લાઇનના કથિત વહીવટદારની શંકાસ્પદ ભૂમિકા પણ સપાટી પર આવી હતી. સ્થાનિક સ્તરે ચાલતા આ ગોરખધંધાની ગંભીર નોંધ લઈને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી એ વહીવટદારની કલોલ ખાતે બદલી કરી દેતા સમગ્ર દહેગામ પોલીસ સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    સંસ્કૃતિ કુંજ ખાતે ત્રિદિવસીય પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો:PM મોદીના 12 વર્ષના શાસનની ગાથા કલાકારો પ્રસ્તુત કરશે, ગાંધીનગરમાં 19મી જૂનથી રાષ્ટ્રચેતનાનો મહોત્સવ જામશે
    Next Article
    રાજકોટ મનપામાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે !:પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત, તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ બીજો માળ ખડકાયો, સ્ટે. ચેરમેનનું તપાસનું રટણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment