Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કૃતિ કુંજ ખાતે ત્રિદિવસીય પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો:PM મોદીના 12 વર્ષના શાસનની ગાથા કલાકારો પ્રસ્તુત કરશે, ગાંધીનગરમાં 19મી જૂનથી રાષ્ટ્રચેતનાનો મહોત્સવ જામશે

    3 days ago

    દેશના રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ તેમજ ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટનગર ગાંધીનગર ખાતે એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19 જૂનથી 21 જૂન દરમિયાન શહેરના જાણીતા સાંસ્કૃતિક કેન્દ્ર સંસ્કૃતિ કુંજ ખાતે ત્રિદિવસીય પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સંસ્કૃતિ કુંજમાં દરરોજ સાંજે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19 જૂનથી 21 જૂન દરમિયાન રાષ્ટ્રચેતનાનો મહોત્સવનું આયોજન કરાયું છે. ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરિસરમાં દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી યોજાનારા આ મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે ભારતીય સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. 12 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓનું રસપ્રદ શૈલીમાં પ્રસ્તુત કરાશે આ સાંસ્કૃતિક વિરાસતને માણવા માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના અવિરત વિકાસ, સુશાસન અને કુશળ વહીવટ પર આધારિત વિશેષ પ્રદર્શન બની રહેશે. આ પ્રદર્શનમાં વડાપ્રધાનની 12 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યોને આધુનિક ટેકનોલોજી અને વિવિધ સર્જનાત્મક માધ્યમો દ્વારા રસપ્રદ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. આ આયોજન માત્ર એક ઉત્સવ નથી. પરંતુ દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જગાડવા અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનું એક સશક્ત માધ્યમ સાબિત થશે. 19 જૂને માણભટ્ટ આખ્યાન કલાની ભવ્ય પ્રસ્તુતિ આ ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે, એટલે કે 19 જૂનના રોજ ગુજરાતની લુપ્ત થતી પરંપરાગત માણભટ્ટ આખ્યાન કલાની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. તેની સાથે જ નાટક ક્ષેત્રે 5 જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર સુપરહિટ નાટક ભણકારા પણ ભજવાશે. આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ પ્રખ્યાત માણભટ્ટ કલાકાર વ્યાસ બ્રધર્સ, જાણીતા દિગ્દર્શક વિવેક પાઠક અને તેમની કુશળ ટીમ દ્વારા રજૂ કરવામાં આવશે. 20 જૂને વિશેષ સંગીતમય સાંસ્કૃતિક સંધ્યા મહોત્સવના બીજા દિવસે 20 જૂને સંગીતપ્રેમીઓ માટે એક વિશેષ સંગીતમય સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુરીલી સાંજને ગજવવા માટે ગુજરાતના કલાકાર સંજય ઓઝા તથા પાર્થ ઓઝા પોતાની અદભુત પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. 21 જૂને ભજન ક્લબિંગ અને કવિ સંમેલનનો વિશેષ કાર્યક્રમ જ્યારે ઉત્સવના અંતિમ દિવસે 21 જૂનના રોજ આધ્યાત્મિકતા અને સાહિત્યનો સુમેળ સાધતો ભજન ક્લબિંગ અને કવિ સંમેલનનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા લોકગાયક અને કલાકાર હાર્દિક દવેની ભજન પ્રસ્તુતિઓ મુખ્ય આકર્ષણ રહેશે. આ ભજન સંધ્યાની સાથે દેશના લોકપ્રિય યુવા કવિઓ પોતાની અનોખી કવિતાઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રચેતનાનો રંગ જમાવી મહોત્સવનું ભવ્ય સમાપન કરશે.
    Click here to Read More
    Previous Article
    ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા’:‘અમિત શાહનું ધમાકા વીચ ટુકડે ટુકડે કરકે’; વડોદરા-સુરત-ભાવનગર સહિતની મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    Next Article
    દહેગામના બે બૂટલેગર મોપેડ પર દારૂ-બિયર વેચતા ઝડપાયા:માલ સપ્લાય કરનાર બુટલેગર ફરાર, બે સ્કૂટર, મોબાઈલ અને રોકડ સહિત ₹ 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment