Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં RRR સેન્ટરની વિઝિટ યોજાઈ:નવનિયુક્ત પદાધિકારીઓએ જરૂરિયાતમંદોને વસ્તુઓનું વિતરણ કર્યું

    1 week ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા RRR (Reduce, Reuse, Recycle) સેન્ટરની એક્સપોઝર વિઝિટનું આયોજન કરાયું હતું. સ્વચ્છ ભારત મિશન-અર્બન ૨.૦ અંતર્ગત નવનિયુક્ત પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ માટે આ કાર્યક્રમ માઈમંદિર રોડ ખાતે યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવના અધ્યક્ષસ્થાને આ વિઝિટ થઈ હતી. આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. સ્વચ્છ ભારત મિશનના ઋષિરાજભાઈએ ઉપસ્થિત મહાનુભાવોને RRR સેન્ટરની કામગીરી અને તેની ઉપયોગિતા વિશે વિગતવાર માહિતી આપી હતી.કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર જી.કે. મકવાણા, આર.બી. પટેલ, સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. RRR સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાંથી નીકળતા નકામા કચરાને ઘટાડવાનો અને પર્યાવરણનું જતન કરવાનો છે.નાગરિકો પોતાના ઘરની વપરાયા વગરની સારી વસ્તુઓ જેવી કે કપડાં, પુસ્તકો, રમકડાં અને વાસણો અહીં દાન કરી શકે છે. આ એકત્રિત થયેલો સામાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી જિલ્લામાં 24 કલાકમાં ત્રણ ગમખ્વાર હિટ એન્ડ રન:વાંસદા, ચીખલી, ગણદેવીમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો
    Next Article
    શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ચામડી રોગનો કેમ્પ:240 દર્દીઓએ લાભ લીધો, બે જટિલ કેસનું નિદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment