Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વીજપોલ ધરાશાયી, R.R. મોલના કાચ તૂટ્યા:અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, વર્ષો જૂના વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા

    17 hours ago

    જામનગર શહેર અને જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનને કારણે 66KV વીજ લાઈન, અનેક વૃક્ષો અને આર.આર. મોલના કાચ તૂટી પડ્યા હતા. આ ઘટનાને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. આ ઘટનાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જામનગર-સમાણા રોડ પર શિવધારા સોસાયટી પાસે લાલપુર બાયપાસ નજીક હાઈવોલ્ટેજ 66KV વીજ લાઇન ધરાશાયી થઈ હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ તંત્રને જાણ થતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષાના પગલાં ભરી સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા આર.આર. મોલની બિલ્ડિંગના બીજા માળે લગાવેલા એલિવેશનના કાચ ભારે પવનના કારણે તૂટીને રસ્તા પર પડ્યા હતા. સદનસીબે, તે સમયે રસ્તા પર કોઈ અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સાવચેતીના ભાગરૂપે આ માર્ગને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. આર.આર. મોલ ઉપરાંત, શહેરના હીજી મિસ્ત્રી રોડ સહિત અનેક વિસ્તારોમાં વર્ષો જૂના વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા હતા. કેટલાક સ્થળોએ વૃક્ષો વીજ લાઇન પર પડતા વીજ વાયરો તૂટી ગયા હતા. જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવનને કારણે વીજ પોલ નમી પડવાની કે તૂટવાની ઘટનાઓ બની છે, જેના પરિણામે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. દરિયાઈ કાંઠા પર ભારે પવનથી અનેક બોટમાં નુકસાન પહોંચ્યું છે. પવનના સુસવાટાને કારણે રસ્તા પરના પશુઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં પણ નાસભાગ મચી હતી. હોર્ડિંગ્સ અને ઝાડની ડાળીઓ પણ ભારે પવનથી હલવા લાગી હતી. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફાર બાદ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમો સક્રિય થઈ ગઈ છે. રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવવા અને વીજ પુરવઠો ઝડપથી પુનઃ સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભર ઉનાળે જૂનાગઢમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ:ભેસાણના રસ્તાઓ પર પાણી ભરાયા, આંબા પરની નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન
    Next Article
    Gujarat Rain Updates LIVE | સૌરાષ્ટ્ર-કચ્છમાં આફત, કુદરત નારાજ | Ahmedabad | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment