Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી RPFએ મોબાઈલ ચોર ઝડપ્યો:UPના શખસ ટ્રેનમાં બોરીવલીથી ઉમરગામ જતા હતા ત્યારે મોબાઈલ ચોરાયા, મુસાફરને ₹12 હજારનો ફોન પરત કરાયો

    1 day ago

    વાપી રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ 'ઓપરેશન યાત્રી સુરક્ષા' અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી છે. RPFની સતર્કતાથી ટ્રેનમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરતો એક ચોર ઝડપાઈ ગયો હતો. મુસાફરનો ₹12,000ની કિંમતનો મોબાઈલ ફોન તેને પરત મળ્યો છે. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 51 વર્ષીય રામ બહાલી પોતાના પરિવાર સાથે ટ્રેન નંબર 19425માં બોરીવલીથી ઉમરગામ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમને ઊંઘ આવી જતાં તેઓ ઉમરગામ સ્ટેશન પર ઉતરી શક્યા ન હતા. વાપી સ્ટેશન પર આંખ ખુલતા તેઓ ઉતાવળમાં પરિવાર સાથે નીચે ઉતર્યા હતા. પ્લેટફોર્મ પર તપાસ કરતા તેમનો ગ્રે કલરનો મોબાઈલ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. વાપી RPF પોસ્ટના ઇન્સ્પેક્ટર આશિષ તિવારીના માર્ગદર્શન હેઠળ ASI ઇસરાર અહેમદ, હેડ કોન્સ્ટેબલ વિનોદ ભારદ્વાજ, અનિત કુમાર મીના અને સ્ટાફના રાજવીર સિંહ તથા વિનોદ કુમાર પ્લેટફોર્મ નંબર-1 પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. આશરે રાત્રે 02:55 વાગ્યે ટ્રેન ઉપડતી વખતે જનરલ કોચમાંથી એક શંકાસ્પદ યુવક ઉતરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને RPF સ્ટાફે કોર્ડન કરી પકડી પાડ્યો હતો. પકડાયેલા શખ્સની ઓળખ મહારાષ્ટ્રના વિરારના 24 વર્ષીય શિવમ કુમાર અનિલ કુમાર ઠાકુર તરીકે થઈ હતી. તેની તલાશી લેતા તેની પાસેથી ચોરીનો મોબાઈલ મળી આવ્યો. આ દરમિયાન ભોગ બનનાર મુસાફર રામ બહાલી પણ ફરિયાદ લઈને RPF ઓફિસે પહોંચ્યા હતા. તેમણે પોતાના ફોનનો પાસવર્ડ નાખીને લોક ખોલતા જ ફોન તેમનો હોવાનું સ્પષ્ટ થયું હતું. મોબાઈલની ઓળખ થયા બાદ મુસાફરે પરિવારને ઘરે મૂકવા જવાનું હોવાથી તે રાત્રે 9 વાગ્યે પરત ફર્યા હતા અને લેખિત ફરિયાદ નોંધાવી હતી. વાપી RPF એ આરોપી, ચોરીનો મુદ્દામાલ અને ફરિયાદી સહિત સમગ્ર કેસ આગળની કાયદેસરની કાર્યવાહી માટે GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) વાપીને સુપ્રત કર્યો છે. GRP એ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી તેને જેલભેગો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડામાં બસ અકસ્માત: એકનું મોત, 21 ઘાયલ:યાત્રાળુઓ ભરેલી બસે પલટી મારી, ગોધરા સિવિલમાં સારવાર ચાલુ
    Next Article
    મોડાસામાં વિશ્વ યોગ દિન પૂર્વે શાંતિ યાત્રા:બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા આયોજન, નગરપાલિકા પ્રમુખે પ્રસ્થાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment