Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ RPFએ રેલવે ટિકિટના કાળા બજારનો પર્દાફાશ કર્યો:બે આરોપી ઝડપાયા, ₹3.87 લાખની 82 ટિકિટ જપ્ત

    14 hours ago

    બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ "ઓપરેશન સતર્ક" અંતર્ગત લીમડી રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટના કાળા બજાર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ૮૨ ટિકિટ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹૩,૮૭,૭૯૫ છે. ઇન્સ્પેક્ટર અનિલ કુમારના માર્ગદર્શન હેઠળ, સબ ઇન્સ્પેક્ટર હરિદત્ત કુમાર, હેડ કોન્સ્ટેબલ નરેશકુમાર વાઘેલા અને કોન્સ્ટેબલ સત્યેન્દ્રસિંહની ટીમે લીમડી રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓ જોવા મળ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસે યોગ્ય ઓળખ પુરાવા ન હોવાથી વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં એક સગીર અને બીજા નવસાદ અમીરભાઈ બગસરિયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી ટિકિટ બુક કરીને વધુ કિંમતે વેચતા હોવાનું ખુલ્યું હતું. આરોપીઓના મોબાઇલ ફોન તપાસતા ૬૬ ઉપયોગમાં લેવાયેલી અને ૧૬ ઉપયોગ માટે બાકી ટિકિટ મળી આવી હતી. RPF દ્વારા બે મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. બોટાદ RPF દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી રેલવે ટિકિટના કાળા બજાર સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોર મામલે 3 સામે FIR:જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમળ પર લાલ ચોકડી સાથેના પોસ્ટર લગાવ્યા હતા, પૂણા અને કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
    Next Article
    સુરતના લિંબાયતમાં રહેણાક મકાનમાં ભીષણ આગ:મીઠી ખાડી પાસેના મકાનમાં આગ લાગતા 4 લોકો દાઝ્યા; બેની હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment