Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RPF ડોગ સ્ક્વોડે ડેરોલ સ્ટેશન પર LPG સિલિન્ડર શોધી કાઢ્યું:મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી, જામીન પર મુક્ત કરાયો

    1 day ago

    ગોધરા રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ડેરોલ રેલવે સ્ટેશન પર વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ડોગ સ્ક્વોડે એક મુસાફરના સામાનમાંથી એલપીજી સિલિન્ડર શોધી કાઢ્યો હતો. આ ઘટના બાદ મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેલવે પરિસરમાં પ્રતિબંધિત અને જ્વલનશીલ વસ્તુઓના પરિવહનને રોકવા માટે RPF દ્વારા આ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ડેરોલ રેલવે સ્ટેશન પર ડોગ હેન્ડલર સહાયક ઉપ નિરીક્ષક નવીન સિંહ પોતાના સ્ટાફ અને ડોગ સ્ક્વોડ સાથે પ્લેટફોર્મ પર તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન, ડોગ સ્ક્વોડે એક મુસાફરના સામાન અંગે સંકેત આપ્યો. હેન્ડલર દ્વારા સામાન ખોલાવીને તપાસ કરતા તેમાંથી 5 કિલોગ્રામ ક્ષમતાનો એક એલપીજી સિલિન્ડર મળી આવ્યો હતો. પૂછપરછમાં મુસાફરે પોતાનું નામ હરિ મદનલાલ ધાકડ, રહેવાસી શિવપુરી (મધ્ય પ્રદેશ) જણાવ્યું. તેઓ પોતાના પુત્ર રાજા ધાકડ સાથે જનરલ ટિકિટ પર ડેરોલથી ઉજ્જૈન જવા માટે પ્લેટફોર્મ નંબર-1 પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તેમણે પોતાની સાથે એલપીજી સિલિન્ડર લઈ જવાની વાત સ્વીકારી હતી. RPF પોલીસે આ અંગે જરૂરી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આરોપી દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી અને નિર્ધારિત ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેને નિયમ મુજબ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના સુરક્ષા વિભાગ અનુસાર, આવા કૃત્યો માત્ર રેલવેના નિયમોનું ઉલ્લંઘન જ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. રેલવે સુરક્ષા દળ દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારના વિશેષ અભિયાનો સતત ચલાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    सुपरनोवा से दिखा कालिंदी कुंज का भयानक ट्रैफिक, फूटा लोगों का गुस्सा, 30 लाख बार देखा गया ये वायरल वीडियो
    Next Article
    જામનગરમાં 12.5 કિલો પનીરનો નાશ કરાયો:એનાલોગ પનીર અંગે નવી માર્ગદર્શિકા જાહેર થયા બાદ 16 સ્થળોએ તપાસ, 2 પેઢી સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment