Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 12.5 કિલો પનીરનો નાશ કરાયો:એનાલોગ પનીર અંગે નવી માર્ગદર્શિકા જાહેર થયા બાદ 16 સ્થળોએ તપાસ, 2 પેઢી સામે કાર્યવાહી

    1 day ago

    જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે શહેરમાં સઘન ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી અધિકારી એન. પી. જાસોલિયાના માર્ગદર્શન હેઠળ, ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પનીર, ચીઝ અને બટર સહિતના દુગ્ધજન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં તપાસ કરી હતી. કુલ 16 સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બે પેઢીમાંથી આશરે સાડા બાર કિલો (12.5 કિલો) પનીર મળી આવ્યું હતું. આ પનીર માનવ વપરાશ માટે અયોગ્ય અથવા એનાલોગ હોવાનું જણાતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે તમામ વેપારીઓને સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી હતી. તેમને એનાલોગ પનીર સહિતના બિનગુણવત્તાયુક્ત અથવા નિયમો વિરુદ્ધના ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવા તાકીદ કરવામાં આવી હતી. વિભાગે સ્પષ્ટતા કરી છે કે આગામી દિવસોમાં પણ શહેરમાં આ પ્રકારનું સઘન ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. જો ભવિષ્યમાં કોઈપણ વેપારી પાસે નિયમોનો ભંગ કરતો અથવા માનવ વપરાશ માટે અયોગ્ય ખાદ્ય પદાર્થ મળી આવશે, તો તેનો સ્થળ પર જ નાશ કરવા ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    RPF ડોગ સ્ક્વોડે ડેરોલ સ્ટેશન પર LPG સિલિન્ડર શોધી કાઢ્યું:મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી, જામીન પર મુક્ત કરાયો
    Next Article
    સુરતમાં મસાજ પાર્લરની આડમાં સેક્સરેકેટનો પર્દાફાશ:ભાઈ ₹ 1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો, એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં'ને એક વેઈટિંગમાં હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment