Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોર ઝડપાયો:ગાઝીપુર એક્સપ્રેસમાં પેસેન્જરનો ફોન ચોરતા RPF-GRPએ રંગેહાથ પકડ્યો

    2 weeks ago

    વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરીના બનાવો અટકાવવા RPF અને GRP દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે પ્લેટફોર્મ નંબર 1 પર ગાઝીપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ચઢતી વખતે એક મુસાફરનો મોબાઈલ ચોરીને ભાગી રહેલા સુરતના એક યુવાનને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. વાપી RPF ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ASI અશોક કુમાર, CPDS સ્ટાફ અને GRPની ટીમ સ્ટેશન પર શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન ટ્રેન નંબર 20941 (ગાઝીપુર સિટી એક્સપ્રેસ) પ્લેટફોર્મ પર આવતા જ મુસાફરોની ભારે ભીડ જામી હતી. ભીડનો લાભ ઉઠાવી એક અજાણ્યો શખ્સ એક પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ સેરવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ત્યાં હાજર સતર્ક સ્ટાફે તેને તાત્કાલિક કોર્ડન કરીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સે પોતાનું નામ અજય કરણ (ઉં.વ. 19, રહે. હરિદર્શન સોસાયટી, અમરોલી, સુરત) હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી વિવો કંપનીનો ચોરાયેલો મોબાઈલ મળી આવ્યો હતો. આરોપીએ ટ્રેનમાં ચઢતી વખતે ભીડનો ફાયદો ઉઠાવી ફોન ચોર્યાની કબૂલાત કરી હતી. ચોરીનો ભોગ બનનાર મુસાફર દેવીપ્રસાદ રામચંદ્ર દુબે (રહે. પારડી, વલસાડ) એ RPF ઓફિસમાં આવી ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાનો આશરે ₹7,000ની કિંમતનો મોબાઈલ ઓળખી કાઢ્યો હતો. આ ઘટના અંગે GRP વાપીએ આરોપી અજય વિરુદ્ધ BNS ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી, કોંગ્રેસનું મિશન 'આદિવાસી':પાલિકા, પંચાયતની ચૂંટણી પહેલાં આજે વડોદરામાં સભા ગજવશે; આદિવાસી આગેવાનો અને NGO સાથે ચર્ચા
    Next Article
    પાટણમાં પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિ:શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિતના કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment