Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિ:શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિતના કાર્યક્રમો

    1 week ago

    પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સોમવારે સવારે નરસિંહ ભગવાન મંદિરમાં પ્રભુની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પદ્મનાભ પ્રભુને રથમાં બિરાજમાન કરીને વાજતે-ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં નિશાન ડંકો, કળશધારી કુંવારિકાઓ, ભગવાન શ્રી પદ્મનાભજી, શ્રી ગણપતિજી, શ્રી નકળંગજી અને શ્રી હરદેવજી ભગવાનની સુંદર બગીઓ, ધજા દંડ અને વેશભૂષા ધારણ કરેલા બાળકો જોડાયા હતા. આ ઉપરાંત, પ્રથમ વખત નાસિકની મહિલા અને પુરુષ ઢોલ ત્રાસા ગ્રુપ, બેન્ડ, ડી.જે. અને ઊંટલારીઓ પણ આ યાત્રાનો ભાગ બની હતી. ઊંટલારીઓમાં મહિલા મંડળો દ્વારા ભજન-સત્સંગની રમઝટ બોલાવવામાં આવી હતી. યાત્રિકો માટે માર્ગમાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ફરીને શોભાયાત્રા પદ્મનાભ મંદિરે પહોંચી હતી. જ્યાં હિંડોળા દર્શન અને હવનનો લાભ સમાજના લોકોએ લેશે. મંદિર પરિસરમાં રાત્રિના સમયે ભજન-સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોર ઝડપાયો:ગાઝીપુર એક્સપ્રેસમાં પેસેન્જરનો ફોન ચોરતા RPF-GRPએ રંગેહાથ પકડ્યો
    Next Article
    જામનગરમાં ખોડલધામ પરિવાર દ્વારા લોટા ઉત્સવ:હજારો ભક્તોએ દર્શન, પૂજન અને મહાપ્રસાદનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment